શ્રીનગર,તા.૨૫
જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જા સાથે સંલગ્ન આર્ટિકલ ૩૫છને રદ કરવાની અટકળો વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અન નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને ચેતાવણી આપી છે. ઉમરે સોમવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જા આર્ટિકલ ૩૫છ રદ કરશે તો ઘાટીની સ્થિતિ અરુણાચલ પ્રદેશ કરતા પણ વધારે ખરાબ થઇ જશે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા પર ધ્યાન કેન્ડ્રીક કરવું જાઇએ.
ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્યપાલની જવાબદારી પ્રદેશમાં ચૂંટણી કરાવવાની છે. તેથી ચૂંટણી કરાવો, લોકોને નિર્ણય લેવા દે. નવી સરકાર પોતે જ આર્ટિકલ ૩૫છને સુરક્ષિત કરવાની દિશામાં કામ કરશે. અબ્દુલ્લાએ ટિવટર પર લખ્યું હતું કે, શું મોદી સરકાર અલગતાવાદી શકિતઓ અને આતંકીઓની સામે ઘૂંટણીએ પડી જશે જે જમ્મુ-કાશ્મીરમાં પહેલાથી જ ચૂંટણીમાં અડચણ પહોંચાડે છે અથવા નિર્ધારિત સમયમાં ચૂંટણી થશે?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




