ન્યુ દિલ્હી,તા.૨૫
સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને (સીઆઇસી) જાહેર કરેલા નિર્ણય પ્રમાણે આરટીઆઈ એકટ હેઠળ કોઇ પણ અરજદાર રૂ. ૧૦ ચૂકવીને ઈવીએમ માહિતી મેળવી શકે છે. આરટીઆઈ હેઠળ ઈવીએમ ‘ઈન્ફોર્મેશન’ છે. ચૂંટણી પંચે ઇવીએમ ઈચ્છતા આરટીઆઈ અરજીનો પ્રતિસાદ આપવો પડશે.
એકટના એક્ષેમ્પશન કલોઝ અંતર્ગત ઈવીએમ પૂરું પાડવું કે નકારી કાઢવું તેનો જવાબ ચૂંટણી પંચે આપવો પડશે. સીઆઇસી સમક્ષ પણ દલીલ થઈ શકશે. ચીફ ઈન્ફોર્મેશન કમિશનર સુધીર ભાર્ગવે જણાવ્યું હતું કે ઈવીએમ ‘ઈન્ફોર્મેશન’ની વ્યાખ્યા હેઠળ હોય ચૂંટણી પંચ પાસેથી તે મેળવવા માગણી કરી શકે છે.
અગાઉ ચૂંટણી પંચે અરજી નકારી કાઢીને જણાવ્યું હતું કે ઈવીએમ ‘ઈન્ફોર્મેશન’ વ્યાખ્યા હેઠળ આવતું નથી. ત્યારબાદ અરજદાર રજાક બાને સીઆઇસીનો સંપર્ક કર્યો હતો. આરટીઆઈ એકટની કલમ ૨ (એફ) અને ૨(આઈ) પ્રમાણે ‘ઈન્ફોર્મેશન’ અને ‘રેકોર્ડ’ની વ્યાખ્યા (પÂબ્લક ઓથોરિટી હસ્તકના કોઈપણ મોડેલ અથવા સેમ્પલ) અંતગર્ત નકારી કાઢવું ખોટું છે, એમ દલીલ કરી હતી.
ચૂંટણી પંચે દલીલ કરી હતી કે ઈવીએમ ‘ઈન્ફોર્મેશન’ની વ્યાખ્યા હેઠળ આવતા નથી. જાકે આ દલીલને સીઆઇસી કમિશનર ભાર્ગવે નકારી કાઢી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



