આતંકી ઘટના ન થાય તે માટે પોલીસે આતંકીઓના પોસ્ટર રજૂ કર્યા
શ્રીનગર,તા.૨૭
લોકસભા ચૂંટણીને ધ્યાને રાખતા જમ્મુ-કશ્મીર પોલીસ હાઇ એલર્ટ પર છે. એવામાં કોઇ આતંકી ઘટના ન થાય તેને માટે પોલીસે આતંકીઓનાં પોસ્ટર રજૂ કર્યા છે. આ સાથે જ આ આતંકીઓ વિશે બતાવનારને ઇનામ અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.
કિશ્તવાડ પોલીસે શહેરનાં અનેક સ્થાનો પર પોસ્ટર લગાવીને આતંકીઓની જાણ કરવી, ચાહે જીવતા અથવા તો ચાહે મૃતક અવસ્થામાં પણ તેને પકડવા પર લાખો રૂપિયાનાં ઇનામ આપવાની જાહેરાત કરાઇ છે.
આ પોસ્ટરમાં કુલ સાત જેટલાં આતંકીઓની તસ્વીર શામેલ છે કે જેમાં કુખ્યાત એચએમ ગ્રુપનાં આતંકી મોહમ્મદ અમીન ઉર્ફે જહાંગીર પણ શામેલ છે. આ સિવાય આ પોસ્ટરમાં રિયાઝ અહમદ ઉર્ફે હજારી, ઓસામા બિન જાવેદ ઉર્ફે ઓસામા, મુદ્દસિર હુસૈન, તાલિબ હુસૈન, જમાલદીન અને જુનેદ અકરમનાં નામ છે. બેનરમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે પણ આની જાણકારી આપશે અથવા આતંકીઓને પકડશે તો તેની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




