સિડની,તા.૧૩
ભારત-આૅસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં રોહિત શર્માના શાનદાર પ્રદર્શન બાદ પણ યજમાન ટીમ ભારતને ૩૪ રને હાર આપવામાં સફળ રહી હતી. ત્યારે મેન આૅફ ધ મેચ રિચર્ડસનએ મેચ વિશે જણાવ્યું હતું કે આૅસ્ટ્રેલિયા નસીબદાર રહ્યું કે શનિવારે સિડનીમાં રમાયેલી વન-ડે મેચમાં લેવાયેલા ખોટા નિર્ણયને કારણે મહેન્દ્ર સિંઘની વિકેટ મળી હતી.
જ્યારે રિચર્ડસને જણાવ્યું હતું કે એક સમય હતો કે બન્ને ખેલાડી સાથે મળીને સારી ભાગીદારી બનાવી રહ્યા હતા. એક સમય એવું લાગી રહ્યું હતું કે મેચ હાથમાં નથી. જાકે અમે નસીબદાર રહ્યા કે ધોનીને ન્મ્ઉ કરવામાં સફળ રહ્યા. ધોનીના આઉટ થયા પછી અમને વિકેટો મળવા લાગી હતી. રિચર્ડસનને ૨૬ રન આપીને ચાર વિકેટ લીધી હતી, જે તેમના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
તેમણે રોહિત શર્માના પણ વખાણ કર્યા હતા, પરંતુ તેમની સદી ભારતને જીત અપાવી શકી નહીં. તેમણે કહ્યુંકે રોહિતે ખરેખર સારી બેટિંગ કરી હતી, તેમને સંપૂર્ણ શ્રેય જાય છે. તેમણે એકદમ સંયમ સાથે બેટિંગ કરી હતી અને ખાલી જગ્યાઓનો ખરો ઉપયોગ કર્યો હતો. રોહિત ખૂબજ સારો બેસ્ટમેન છે અને એટલા માટે આ મેચ દરમિયાન અમારી રણનીતિ એ જ હતી કે જેટલું બને તેટલું રોહિતને સ્ટ્રાઇકથી દૂર રાખવો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




