ડેપોના સ્ટાફ દ્વારા એક બેનરની પાછળ માર્કર પેનથી લખાયેલા આ સમયપત્રક એસટી નિગમના ભ્રસ્ટાચારની પોલ ખુલ્લી કરે છે …શું આ છે વિકાસ…!!
દોઢ કરોડમાં નવા ચાર ડેપો બને તેમાં માત્ર આ ડેપોનું ઠેકાણા વગરનું રીનોવેશન કરાયુ પરંતુ જૂનું સમયપત્રક કાઢ્યા બાદ નવું ન લગાવતા સ્ટાફે કામચલાવ સમયપત્રક ચિતરવું પડ્યું
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા રાજપીપળા એસટી ડેપો માં થયેલા નવીનીકરણમાં ભ્રસ્ટાચાર થયા ની વાત વારંવાર સામે આી છે ત્યારે હાલ આ ડેપોનું નામ ગિનિસ બુક માં નોંધાય એવા મજાક પણ કેટલાક મુસાફરો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં ખાસ આ ડેપોમાં લાગેલ સમયપત્રક ની ભારે ચર્ચા છે
આ ડેપો નું લઘભગ દોઢ કરોડના ખર્ચે ફક્ત નવીનીકરણ કરાયું ત્યારે એ સમયે સત્તાધીશો એમ કહેતા કે અદ્યતન સુવિધા વાળું આ ડેપો બનશે પરંતુ સ્થાનિક લોકોની નજર સમક્ષ બનેલા આ ડેપોમાં ફક્ત મકાનના પોપડા ઉખેડી નવું પ્લાસ્ટર અને રંગરોગાન સહીત અમુક નવા સાધનો લગાવાયા જેમાં વર્ષો જૂનું દીવાલ પર ચીતરેલું સમયપત્રક નીકળી ગયું ત્યારબાદ એક વર્ષ થી વધુ સમય થવા છતાં એ ક્યાએ ન લાગ્યું માટે મુસાફરો વારંવાર ફરિયાદ કરતા હોય આખરે સ્ટાફ ના બે કર્મચારીઓ એ પોતાની બુદ્ધિ વાપરી એક બેનર ના પાછળના ભાગે માર્કર પેન દ્વારા પોતાના અક્ષરથી સમયપત્રક લખીને ટીંગાડ્યું છતાં એસટી સત્તાધીશોની ઊંઘ હજુ ઉડી નથી માટે આ સમયપત્રક લખવામાં સમય બગાડનાર બે કર્મચારીઓએ ખરેખર ડેપોની આબરૂ બચાવી છે એમ કહેવું ખોટું નથી પરંતુ આ ડેપોનું નામ ગિનીસબુક માં નોંધાવવું જોઈએ એવો કટાક્ષ પણ મુસાફરો કરી રહ્યા છે. સાથે દોઢ કરોડના કામમાં કેટલો ભ્રસ્ટાચાર થયો હશે તેની તપાસ પણ થવી જોઈએ એવી પણ માંગ ઉઠી છે.અને ગુજરાતનો જો આવોજ વિકાસ હોય તો પ્રજાએ હવે ચોક્કસ વધુ જાગૃત થવું પડશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




