સુરત,તા.૨૩
ઉધના વિસ્તારમાં સિલિકોન શોપર્સ મોલમાં થયેલા ફાયરિંગના મામલે પોલીસે ફાયરિંગ કરનારા ૫ આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ પાંચ આરોપીઓમાંથી ૨ આરોપીઓ સગીર વયના છે. ધરપકડ કરાયેલા આ તમામ આરોપીઓ વરાછા વિસ્તારના છે. પોલીસે મોબાઈલ સ્નેચરના ગુનામાં સામેલ આરોપીઓની અટકાયત કરતા પોલીસને ફાયરિંગની કડી મળી હતી. જા કે, આ ફાયરિંગની ઘટના કેમેરામાં કેદ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરના સતત ધમધમતા ઉધના મેઇનરોડ ઉપર આવેલા સિલિકોન શોપર્સમાં થોડો દિવસ અગાઉ ફાયરિંગ કરવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે તપાસના ઘોડા દોડાવતા ગતરોજ મોડી સાંજે ૫ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતની ઉધના પોલીસના હાથે ઝડપાયેલા ૫ આરોપીઓમાં ૨ આરોપીઓ સગીર વયના હોવાથી તેમની પ્રાથમિક તપાસ હાથ ધરીને તેમને બાળ અદાલતને સોંપવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક તપાસ કરવામાં આવતા આ આરોપીઓ સુરતના વરાછા વિસ્તારના હોવાનું માલૂમ પડ્યું હતુ. જા કે પોલીસે આ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"