રાજકોટ,તા.૨૩
શહેરના ૧૫૦ ફૂટ રિંગરોડ પરની ગિરિરાજ હોસ્પિટલ નજીકથી એક યુવકનું અપહરણ કરાયું હતું. અપહરણકર્તા બાઈકમાં બેસાડીને તેને લઈ ગયા હોવાની જાણ થતાં જ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજની ચકાસણી શરૂ કરી શહેરમાંથી બહાર જવાના રસ્તાઓ પર નાકાબંધી પણ કરી દીધી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઝીણવટભરી તપાસ કરી ગણતરીની કલાકોમાં ભોગ બનનાર યુવકને છોડાવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આ યુવકને કોઈ યુવતી સાથે સંબંધ હોવાથી તેણીના ભાઈ સહિતના લોકો દ્વારા અપહરણ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અને સાગર હેર આર્ટ નામે દુકાન ધરાવતા નિલેશ દિલીપભાઈ રાઠોડ નામના યુવકનું ૧૫૦ ફૂટ રિંગરોડ પરની ગિરિરાજ હોસ્પિટલ નજીકથી બાઈકમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસે નાકાબંધી કરી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી સહિતની તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં નિલેશને ક્રિષ્ના છગનભાઈ સિંધવ નામની યુવતી સાથે સંબંધ હોવાનું તેમજ અપહરણ કરનારા શખ્સો પણ મોબાઈલમાં યુવક-યુવતીના વિડીયો લઈ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
૨ વર્ષથી પોતાના પતિથી અલગ ગોંડલ રહેતી ક્રિષ્ના થોડો વખત પૂર્વે રાજકોટ રહેવા આવી હતી. તેણીના નાના ભાઈ પ્રદીપ છગનભાઈ સિંધવ સહિત કેટલાક શખ્સોએ જ નિલેશનું અપહરણ કર્યાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. જેને પગલે તમામના મોબાઈલ લોકેશન સહિતની ઝીણવટભરી તપાસ કરી નિલેશને શહેરના ૧૫૦ ફૂટ રિંગરોડ પરના પુનિતનગર વિસ્તારની કર્મચારી સોસાયટી નજીકથી ગણતરીની કલાકોમાં જ શોધી કાઢવામાં આવ્યો હતો. તેમજ પોલીસે યુવતીના ભાઈ સહિત ૬ જેટલા લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"