સૂરતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યામા ૧૪ ટકાનો વધારો નોંધાયો

0
72

સુરત,તા.૨૩
આ વર્ષે સૂરતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યામા ૧૪ ટકાનો વધારો નોંધાયો છે. આવકવેરા વિભાગમાં ૨૦૧૭-૧૮ના નોંધાયેલા કરદાતાઓમાં ૧ કરોડથી વધુની આવક દર્શાવનાર સૂરતીઓની સંખ્યા ૧૦૦૪ નોંધાઈ છે.
૨ વર્ષથી સૂરતમાં કરોડપતિની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કરોડપતિ કરદાતાની સંખ્યા ૧૦૦૦નો આંક વટાવી ગઇ છે. ચાલુ વર્ષે ૧૦ લાખથી વધુ આવક દર્શાવનારા કરદાતાઓનો પણ વધારો થયો છે. જાકે ૧ કરોડથી વધુની આવક દર્શાવનારા પાંચેક વર્ષ પહેલાં મર્યાદિત સંખ્યામાં હતાં તેમાં તોતિંગ વધારો થયો છે.
પાછલાં નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ની સરખામણીએ વર્ષ ૨૦૧૭-૧૮માં એક કરોડથી વધુ આવક દર્શાવનારાની સંખ્યામાં ૧૪ ટકાનો વધારો નોંધાયો છે. ૧૦૦૪ સૂરતીઓની ૧ કરોડ રુપિયાથી વધુ આવક હોવાનું આવકવેરા વિભાગથી જાણવા મળ્યું છે. આ જ રીતે ૧૦ લાખથી વધુ, ૨૫ લાખથી વધુ અને ૫૦ લાખથી વધુ આવક દર્શાવનારાની સંખ્યામાં પણ સારો એવો વધારો નોંધાયો છે.
ટેક્સ નિષ્ણાતોના મતે જીએસટી અને નોટબંધી બાદ ઇનકમ દર્શાવવાનું વલણ વધ્યું છે જેના લીધે કરોડપતિ સૂરતીઓની સંખ્યામાં વધારો થયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"