બે વર્ષનુ માસૂમ બાળક બોરવેલમાં ૭૦ ફૂટ ઉંડાઇએ ફસાયુ છતાં રેસ્ક્યુ કરી બચાવાયુ

0
21

સિંગરોલી,તા.૨૭
મધ્યપ્રદેશના સિંગરૌલીમાં બોરવેલમાં ફસાયેલા બાળકને સુરક્ષિત નીકાળી લેવામાં આવ્યું છે. બે વર્ષનું માસૂમ બાળક બોરવેલમાં ૭૦ ફૂટની ઊંડાઇ પર ફસાયું હતું. આ ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થળ પર રાહત અને બચાવ કાર્ય કરતી ટીમે રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યું હતું. બાળકને બહાર નીકાળ્યા બાદ પરિવારજન અને ગામવાળા ખૂબ ખુશ છે.
આની પહેલાં સિંગરોલીમાં ખુલ્લા બોરવેલના લીધે એક બાળકનો જીવ ફસાઇ ગયો હતો. અહીંના કેરહાર ગામમાં રવિવારના રોજ સવારે બે વર્ષનું એક બાળક રમતા-રમતા અચાનક ઊંડા બોરવેલમાં પડી ગયું હતું. ખબર પડતા જ ઘરવાળાઓએ બૂમો પાડવનું શરૂ કરી દીધું. ગ્રામીણો દ્વારા માહિતી આપ્યા બાદ પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચી ગઇ અને બાળકને બોરવેલમાંથી કાઢવાનું અભિયાન ચલાવ્યું.
જિલ્લાના અધિકારીઓએ બચાવ કર્ય પર સતત પોતાની નજર બનાવી રાખી. આ દરમ્યાન ઘટનાસ્થળ પર આસપાસના ગામડાંમાંથી મોટી ભીડ એકત્ર થઇ. ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતી સંખ્યામાં પોલીસ બળની તૈનાતી કરાઈ. ગામવાળા બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત પ્રાર્થના કરી રહ્યાં હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY