૨૮ ડિસેમ્બરે ફિલ્મ સમગ્ર ભારતમાં રિલીઝ થશે આસામી ફિલ્મ ‘વિલેજ રોકસ્ટાર’ને ઓસ્કારમાં મળી સત્તાવાર એન્ટ્રી

0
78

મુંબઈ,તા.૨૨
વર્ષ ૨૦૧૯ના ઓસ્કાર એવોર્ડ માટે આસામી ફિલ્મ વિલેજ રોકસ્ટારને ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી મળી ગઈ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૭માં રિલીઝ થઈ હતી જેને રિમા દાસે નિર્દેશિત કરી છે. આ ફિલ્મનું પ્રિમિયર ૨૦૧૭ના ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. ૬૫મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં વિલેજ રોકસ્ટારને સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મ, સર્વશ્રેષ્ઠ બાલ કલાકાર, સર્વશ્રેષ્ઠ લોકેશન, સાઉન્ડ રેકોર્ડિંગ અને સર્વશ્રેષ્ઠ સંપાદન માટે પુરસ્કાર મળ્યા હતા. ૨૮ ડિસેમ્બરે ફિલ્મ સમગ્ર ભારતમાં રિલીઝ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ વિલેજ રોકસ્ટાર ૧૦ વર્ષીય ધુનૂની કહાણી છે જેની દેખભાળ તેની વિધવા મા કરે છે. પરિવાર ગરીબ છે અને ખૂબ જ કપરી સ્થિતિમાં ભરણપોષણ થઈ રહ્યુ છે. બીજી તરફ, પરિવારને કુદરતી આફતોનો વારંવાર સામનો કરવો પડે છે પરંતુ ધુનૂની વિધવા મા એક મજબૂત મહિલા છે અને કપરી સ્થિતિ તેને વધુ મજબૂત બનાવી દે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY