સિઓલ,તા.૨૩
નોર્થ કોરિયાએ અચાનક જ સાઉથ કોરિયામાં આવેલા ઇન્ટર કોરિયન સંપર્ક ઓફિસમાંથી પોતાના કર્મચારીઓને પરત બોલાવી લીધા છે. એવું માનવામાં આવે છે કે, આ પગલાંથી બંને દેશોની વચ્ચે તણાવ એકવાર ફરીથી વધી શકે છે. ગત ૨૭ ફેબ્રુઆરીએ મળેલી નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જાંગ ઉન અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સમિટ કોઇ પણ સમજૂતી વગર સમાપ્ત થઇ ગઇ હતી.
નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાની વચ્ચે સારાં સંબંધો માટે કાએસોંગમાં સપ્ટેમ્બરમાં આ ઓફિસ ખોલવામાં આવી હતી. સાઉથ કોરિયાના યુનિફિકેશન મિનિસ્ટર ચુન હેઇ સુંગે મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યુ, પ્યોંગયાંગે સાઉથ કોરિયાના સંપર્ક કાર્યાલયથી પરત આવવાની સુચના આપી છે. આ નિર્ણય હાઇકમાનના આદેશ અનુસાર લેવામાં આવ્યો છે. નોર્થ કોરિયાનું કહેવું છે કે, સંપર્ક કાર્યાલયમાં અમારાં રહેવાથી અથવા નહીં રહેવાથી કોઇ ફરક નથી પડતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



