અલેપ્પો,તા.૨૫
સીરિયાના અલેપ્પોમાં શનિવારે વિદ્રોહીઓએ સામાન્ય નાગરિકો પર ક્લોરિન ગેસ બોમ્બથી હુમલો કર્યો હતો. જેમાં ૯ લોકોનાં મોત થયા છે, અંદાજિત ૭૩ લોકોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સીરિયન મીડિયા અનુસાર, ક્લોરિન ગેસની લપેટમાં આવવાથી અલેપ્પોમાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી છે.
અલેપ્પોના સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ જિયાદ હજ અનુસાર, શરૂઆતની તપાસમાં સામાન્ય લોકો પર ક્લોરિન ઉપયોગ કરવાની વાત સામે આવી છે.
વિદ્રોહીઓએ ઉપયોગ કરેલા હથિયારોમાં ક્લોરિન ગેસ ભેળવીને હુમલો કરવામાં આવ્યો છે. ત્યાં સુધી કે મિસાઇલોમાં પણ ગેસનો ઉપયોગ થયો હોવાની વાત સામે આવી છે.
જા કે, હજુ દર્દીઓ પર ટેસ્ટ કરવાના બાકી છે. ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે, હુમલાખોરોએ કઇ હદ સુધી પોતાની પાસે કેમિકલ એકઠું કરી લીધું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





