બસમાં કુલ ૧૬ લોકો સવાર હતા
સિરમોર,તા.૫
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શનિવારે એક સ્કૂલ બસ ઉંડી ખાઇમાં પડી ગઇ હતી. આ ઘટનામાં ૬ વિદ્યાર્થીઓ સહિત ૭ લોકોના મોત થયા છે. આ સિવાય ૧૨ લોકો ઘાયલ થયા છે. આ પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા મુખ્યાલય નાહનથી લગભગ ૪૦ કિમી અને રાજ્યના પાટનગરથી ૧૫૦ કિમી દૂર પ્રસિદ્ધ હિન્દુ મંદિર રેણુકાજીની પાસે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે બસમાં સવાર થઇને બાળકો ડીએવી પબ્લિક સ્કૂલ તરફ જઇ રહ્યા હતા. ઘટના અંગે જાણકારી આપતા નાયબ કમિશ્નર લલિત જૈને જણાવ્યું હતું કે, ૫ વિદ્યાર્થીઓ સહિત બસના ડ્રાઇવરનું પણ મૃત્યું થયું છે, જ્યારે ૧૨ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ૪ લોકો સમીર(૫), અદ્રશ(૭), કાર્તિક (૧૪) અને ડ્રાઇવર રામ સ્વરૂપ (૪૦)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ સિવાય અભિષેક અને તેની બહેન સંજના અને નૈતિક ચૌહાણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
૧૨ લોકો ઘાયલ થયા છે તેમની ઓળખ સંધ્યા, રક્ષિતા, અંજલિ, રાજીવ, આયુષ, વૈશ્ણવી, ધ્રુવ, મન્નત, આરુશી, અને સુંદર સિંઘ તરીકે થઇ છે. આંખે જાનારાઓએ જણાવ્યું હતું કે, જિલ્લા પ્રશાસને અનેક મુશ્કેલીઓ બાદ પીડિતોને બહાર કાઢ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક જાણકારી મુજબ એવું લાગી રહ્યું છે કે આ દુર્ધટના ડ્રાઇવરની બેદરકારીને કારણે બની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




