સબરીમાલા પ્રદર્શન અને બાબરી પ્રકરણ પેટર્ન એક જેવું : સીતારામ યેચુરી

0
74

ન્યુ દિલ્હી,તા.૧૯
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. પોલીસની સુરક્ષામાં બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રદર્શનકારીઓએ તે શક્ય થવા દીધું નહી.
આ વિવાદમાં રાજકિય પક્ષો પણ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે ત્યારે CPMએ સબરીમાલા વિવાદની સરખામણી બાબરી મસ્જીદ સાથે કરી દીધી છે.
CPM મહાસચિવ સીતારામ યેચૂરીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, સબરીમાલા પ્રદર્શન અને બાબરી પ્રકરણની પેટર્ન એક જેવી છે. તેમણે સમગ્ર વિવાદનું ઠીકરું સંઘ અને ભાજપ પર ફોડ્યું. સાથે જ કોંગ્રેસને ઘેરતા તેમ પણ કહ્યું કે ત્યાં ચોર જ પોલીસ પર આરોપ લગાવી રહ્યાં છે. કોઇ પણ શ્રદ્ધાળુંને મંદિરમાં પ્રવેશતા રોકવામાં આવી રહ્યાં નથી પરંતુ કેટલાક અસામાજીક તત્વો તેની આડમાં સમસ્યા ઊભી કરે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY