શિક્ષકોના માથે કામનું ભારણ પણ લાભો માં લોલંલોલ  

0
352

નર્મદા જિલ્લાના પ્રા.શિક્ષકોની સર્વિસ બુકો ધૂળ ખાતી હોવાથી ઉચ્ચતર પગારના લાભોથી વંચિત!

તા.પં શિક્ષણ શાખા દ્વારા નર્મદા જિ.પં શિક્ષણ શાખામાં પ્રા.શિક્ષકોની સર્વિસ બુક મોકલાઈ હોવાની ચર્ચાઓ,ક્યાં કારણોસર રાજ્યકક્ષાએ સર્વિસ બુકો મોકલાઈ નથી?શુ જિલ્લાના અધિકારીઓને પ્રા.શિક્ષકોના પ્રશ્નો હલ કરવામાં રસ નથી?

રાજપીપળા:નર્મદા જિલ્લામાં 2800 જેટલા પ્રાથમિક શિક્ષકો વિવિધ શાળાઓમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે.9 વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ જિલ્લા કક્ષાએથી પ્રા.શિક્ષકોની સર્વિસ બુકો રાજ્યકક્ષાએ મોકલવામાં આવે છે બાદમાં એમને ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવાના થાય છે તે છતાં અમુક પ્રા.શિક્ષકોમાં ઉચ્ચતર પગાર ધોરણના લાભો ન મળ્યા હોવાનો બુમો ઉઠી છે.પોતાની શિક્ષક તરીકેની ફરજ ઉપરાંત સરકારની મોટે ભાગની તમામ ઈતર કામગીરીમાં જોતરાતા શિક્ષકોની આવી હાલત પાછળ જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

નર્મદા જિલ્લાના પ્રા.શિક્ષણ જગતમાં એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે તાલુકા પંચાયત શિક્ષણ શાખામાંથી સર્વિસ બુકો નર્મદા જિલ્લા પંચાયત શિક્ષણ શાખામાં મોકલી અપાઈ છે પરંતુ રાજ્ય કક્ષાએ મહિનાઓ વીતી ગયા હોવા છતાં હજુ સુધી મોકલાઈ નથી.બન્ને શિક્ષણ શાખાઓ સર્વિસ બુકો મોકલવા મામલે એક બીજાને ખો આપે છે.જો આમ હોય તો જિલ્લાના અધિકારીઓને કેમ પ્રા.શિક્ષકોના પ્રશ્નો હલ કરવામાં રસ નથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.જો પ્રા.શિક્ષકોનો આ પ્રશ્ન હલ કરવામાં અધિકારીઓ રસ લે તો ઉચ્ચતર પગાર ધોરણના લાભો મળવાથી શિક્ષકોનાં સામાજિક અને આર્થિક પ્રશ્નો હલ થઈ શકે તેમ છે.અમુક કિસ્સામાં તો રિટાયર થનારા શિક્ષકોની સર્વિસ બુકો પણ હજુ પડી રહી હોવાની માહિતી મળી છે ત્યારે એમનું પેન્શન ક્યારે બંધાશે એ મોટો પ્રશ્ન છે.જિલ્લાના અધિકારીઓના વાંકે બિચારા પ્રા.શિક્ષકો લાચાર બની પોતાની વેદના સહન કરી રહ્યા છે.વાતાનુંકુલીત કચેરીમાં બેસી પોતાનો રોફ જાળતા અધિકારીઓ શિક્ષકોના પ્રશ્નો હલ કરવામાં થોડો રસ દાખવે એવી માંગ શિક્ષકોમાં ઉઠી છે.

આવા 76 કેસ છે જે મંગળવારે ગાંધીનગર મોકલાશે:બી.ડી.બારીઆ,
નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી.

આ બાબતે નર્મદા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી બી.ડી.બારીઆએ જણાવ્યું હતું કે આવા 76 કેસો મંજુર થયા છે.જેને મંગળવારે પગાર ચકાસણી માટે ગાંધીનગર મોકલાશે.ત્યાંથી ચકાસણીના અંતે પગાર બાંધણી મંજુર થશે એ મુજબ એમને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY