રેલ્વે મંત્રીજી,૨૦ મિનિટ છોડો ૨૦ રૂપિયાનો પાણીનો નળ બચે તો પણ ઘણુ સારુ…!!!

0
17

ભારતની રેલ્વે દેશના લોકોના જનજીવન સાથે એટલી બધી વણાઈ ગઈ છે કે કેટલાયનું જીવન રેલ્વે પર આધારિત બની ગયું છે. માલ સામાનની હેરફેરની સાથે પ્રવાસીઓને પણ એક સ્થાનથી બીજા સ્થળે પહોંચાડવાવાળી રેલગાડીમાં પ્રવાસ કરવા માટે હવે ટ્રેન ઉપડવાનો એરપોર્ટની જેમ ૨૦ મિનિટ પહેલાં જ સ્ટેશન પર પહોંચવું પડશે. જે પ્લેટફોર્મ પરથી ટ્રેન જવાની હોય તે સિલ કરી દેવામાં આવશે. દોડતા દોડતા હવે ટ્રેનમાં ચડી નહીં શકો. રેલ મંત્રી પિયૂષ ગોયેલે અને રેલ વિભાગ ૨૦૨ રેલ્વે સ્ટેશનો પર આવી ટેકનોલોજી લગાવી રહ્યા છે. કે નક્કી સમયથી પહેલા નહીં આવવાવાળા માટે સ્ટેશન અથવા પ્લેટફોર્મના દરવાજા નહીં ઉઘડે. ટ્રેન ઉપડવાની ૨૦ મિનિટ પહેલાં પોંચવું પડશે. આ નવા નિયમ અનુસાર ૨૦ મિનિટમાં પ્રવાસીઓની અને માલ સામાનની મૂવિંગ બેલ્ટની જેમ આૅટોમેટિક થશે અથવા મેન્યુઅલ તેનો ખુલાસો થયો નથી. તપાસ કેવી રીતે થશે એ તો રેલ વિભાગ જ જાણે. પરંતુ એક સ્ટેશન પર આ ટેકનોલોજીની પાછળ ૩૮૫ કરોડનો ખર્ચ થવાનો નક્કી છે. એમ કહેવાય કે અબજા રૂપિયાનો ખર્ચ થશે. અને તેમાં કેટલી સફળતા મળશે એ તો સમય જ બતાવશે. પરંતુ શું આ ટેકનીક લગાવવાથી રેલ્વેની સંપત્તિ સુરક્ષિત થઈ જશે….!!?
રેલ્વે દ્વારા જલ્દીમાં જલ્દી મેટ્રો ટ્રેન દોડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ઝડપી ટ્રેનના પ્રયોગ થઈ રહ્યા છે. મેટ્રો ટ્રેન દોડી રહી છે અને દેશના કેટલાયે મોટા શહેરોમાં મેટ્રોનું કામ ચાલે છે. પ્રવાસીઓને સુવિધા હોવી જાઈએ. પરંતુ તેની સાથે રેલ્વેની સંપત્તિઓની સુરક્ષા એક મોટી સિધ્ધાંતો વિષય હોવો જાઈએ. મોટાભાગે જાવામાં આવ્યું છે કે ભારતની રેલગાડીઓના શૌચાલયોમાં ૨૦ રૂપિયાનો પાણીનો નળ પણ સુરક્ષિત નથી. નવી ગાડીઓ ચાલે છે તેના કેટલાક સમયાં જ ખબર આવે છેકે રેલગાડીના ડબ્બામાંથી કેટલાક પ્રકારના નાનો-નાનો સામાન ગુમ છે. એસી કોચમાં કાગળો ગુમ થઈ જાય છે રૂના તકીયા અને ટુવાલ પણ નવ દો ગ્યારહ થઈ જાય છે. રેલ્વેની કરોડો રૂપિયાની સંપત્તિને દર વર્ષે ઘણુ બધુ નુકસાન થાય છે. કેટલીયે ટ્રેનોના શૌચાલયમાં પાણી નથી હોતુ. નળ નથી મળતા તેની ચિંતા થવી જાઈએ. આખરે રેલ્વે વિભાગ શા માટે શૌચાલયને સ્વચ્છ નથી રાખી શકતા. રેલ્વેની સંપત્તિઓની ધોળા દિવસે ચોરી થઇ જાય છે. પેન્ટ્રીવાળા પણ લૂંટવામાં ઓછા નથી આ બધાનો અંત ક્યારે આવશે..? જે ચીજા સીધેસીધી પ્રવાસી અને રેલ્વેની સુરક્ષા અને છાપ સાથે જાડાયેલી છે તેના ઉપર પણ ચિંતન થાય.
એરપોર્ટ અને રેલ્વેની સરખામણી કરવી યોગ્ય નથી. એક સાથે કેટલીયે ટ્રેનો એક જ રેલ્વે સ્ટેશનથી દોડે છે. એક ટ્રેનમાં એક વિમાનથી ચાર પાંચ કે તેનાથી પણ વધુ ગણા પ્રવાસીઓ હોય છે. ૨૦ મિનિટમાં આ પ્રવાસીઓનો સામન ચેક કરવો. કિલ્યર કરવો એ કોઈ સરળ નથી. રેલ્વે સ્ટેશન ચારે તરફથી ખૂલ્લુ હોય છે. કેટલાયે ખુદાબક્ષોનું ઠેકાણુ જ સ્ટેશન હોય છે. આ બધાને રેલ્વે કેવી રીતે સુરક્ષિત કરશે…? એરપોર્ટમાં પોતાના પ્રવાસી હોય છે. રેલ્વેને પોતાના બંન્નેની સરખામણી કરી ૨૦ મિનિટ પહેલાં પહોંચવાનો નિયમ પ્રેકિટકલી મુશ્કેલ છે. આ ટેકનોલોજી પાછળ અબજા ખરબોનો ખર્ચ કરવાના બદલે શૌલાયમાં પાણી હોય,નળ પણ હોય અને શૌચાલય સ્વચ્છ પણ હોય તેના ઉપર જા રેલ્વે વિભાગ ધ્યાન આપે તો પ્રવાસીઓ ઉપર મોટી કૃપા થશે. આવુ થશે તો પ્રવાસી પોતે જ કહેશે ગાડી બુલા રહી હૈ સીટી બજા રહી હૈ….ચલના હી જીંદગી હૈ ચલતી હી જા રહી હૈ….!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY