સુરત ૧૦૦ કરોડનો જમીન કેસ : વસંત ગજેરાની જામીન અરજી હાઇકોર્ટે મંજૂર કરી

0
75

સુરત,
તા.૧૦/૫/૨૦૧૮

વેસુની જમીન બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડવાના આરોપનો સામનો કરી રહેલાં લક્ષ્મી ડાયમંડના કર્તાધર્તા એવા આરોપી વસંત ગજેરાની જામીન અરજી હાઇકોર્ટે મંજૂર કરી છે. સુનાવણીમાં સરકાર પક્ષે જામીન ન આપવા દલીલ કરાઇ હતી,બચાવ પક્ષની દલીલ હતી કે આ સિવિલ કોર્ટ છે અને કોર્ટમાં વિચારાધિન છે. હાઈકોર્ટે શરતો આધિન જામીન આપ્યા છે. જેથી વસંત ગજેરા દેશની હદ નહીં છોડી શકે.

ડાયમંડ મર્ચન્ટ વસંત ગજેરા સામે વેસુના જૂના રેવન્યુ સરવે નંબર ૪૮૨ તથા નવા રેવન્યુ સરવે નંબર ૪૮૦ના જમીન વિવાદ બાબતે વજુ ઉર્ફે વ્રજલાલ માલાણી દ્વારા ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આથી પોલીસે આરોપી વસંત ગજેરાની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવી કોર્ટના હુકમ બાદ લાજપોર જેલ મોકલી આપ્યો હતો. ત્યારબાદ સ્થાનિક લેવલે એડવોકેટ કલ્પેશ દેસાઈ અને અનીશ ખ્યાલી તરફથી જામીન અરજી કરી હતી.

વસંત ગજેરાની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી અને મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. જ્યાં દલીલો બાદ વસંત ગજેરાની જામીન અરજી મંજૂર કરાઇ હતી. બચાવ પક્ષે દલીલ કરાઈ હતી કે, આ કેસમાં ઇન્સાફી કાર્યવાહીની સત્તા જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે છે અને હાલમાં કોર્ટમાં કેસનો ભરાવો જાતા ટ્રાયલ પૂર્ણ થાય તેવી શક્યતા નથી. ઉપલા અધિકારી સાથે ચર્ચા કરી આગળનો નિર્ણય કરીશુ તેવું ઉમરા પીઆઇ ડી.એચ. ગૌરે જણાવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY