સુરત,તા.૨૨
ગોડાદરામાં ૩.૫ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી બિહાર નાસી છૂટેલા અનિલ યાદવની પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. અને અનિલને સુરતમાં લઈ આવવામાં આવ્યો છે. તેના પર હુમલાની દહેશતથી પોલસીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંગળવારે કોર્ટમાં રજૂ કરાય તેવા એંધાણ છે.
નરાધમની લિંબાયત પોલીસ તપાસ કરશે પરંતુ ક્રાઇમબ્રાંચમાં જ રાખવામાં આવે તેવી ચર્ચા છે. કોઈ જગ્યાએ આરોપી પર લોકો હુમલો કરે તેવી દહેશત પોલીસ અનુભવી રહી છે. બાળકીના ઘરે પણ અઇચ્છનીય ઘટના ન બને તે માટે સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરત પોલીસે અનિલને બક્સરની કોર્ટમાં રજૂ કરી ૪ દિવસનાં ટ્રાન્જિટ રિમાન્ડ મેળવ્યાં છે. જે મંગળવારે પૂરાં થાય છે. સોશિયલ મીડિયા પર પણ બળાત્કારીનું સ્વાગત ‘ગંગાજલ’થી કરવાની વાત વહેતી થયા પછી પોલીસ વધુ સતર્ક બની છે.
બિહાર પોલીસની મદદથી સુરત ક્રાઇમ બ્રાંચ અને લિંબાયત પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી અનિલ યાદવને તેના વતનના ગામની નજીકના ધનસૂરી ગામે તેના મિત્રના ઘરેથી દબોચી લીધો હતો. જેને બક્સરની ચિફ કોર્ટમાં રજૂ કરી ચાર દિવસનાં ટ્રાન્જિટ રિમાન્ડ મેળવ્યા બાદ સુરત પોલીસની ટીમ તેને લઈ સુરત લાવવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



