ન્યુ દિલ્હી,
સ્ટોકિસ્ટોની ઘટેલી માગ અને રિટેલરોના નળબા વૈશ્વિક સંકેતોના પગલે સોનાનો ભાવ સ્થાનિક સોના-ચાંદી બજારમાં ૯૯.૫ શુદ્ધતાવાળા સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે અગાઉના બંધ રૂ.૩૧,૦૧૦થી રૂ.૧૮૦ ઘટીને રૂ.૩૦,૮૩૦ થયો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં ઝવેરીઓ અને રિટેલરોની નબળી માગ અને વિદેશના નબળા માનસના લીધે સોનું ઘટયું હતું જાકે ઔદ્યોગિક એકમો દ્વારા અને સિકકા નિમાર્તાઓ દ્વારા સમાન્ય ઉપાડના લીધે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ રૂ.૩૦ વધીને ૪૦,રપપ થયો હતો.
જે ગઇકાલે રૂ.૪૦,રરપ થયો હતો. ૯૯.૯ શુÙતાવાળા સોનાનો ભાવ પણ ઘટયો હતો. ડોલરની મજબૂતાઇથી અમેરિકાની મધ્યસ્થ બેન્ક આ સપ્તાહની બેઠકમાં વધારે ચુસ્ત નાણાકિય નીતિ અપનાવે તેવા સંકેતના લીધે ચીતા છે. યુરોપીયન ટ્રેડમાં પ્રારંભમાં સોનાનો ભાવ પ્રતિ ઔં સ ૧,૨૯૫.૩૫ ડોલર હતો, જયારે ઓગસ્ટ ડિલીવરીના અમેરિકા ફયુચરનો ભાવ ૧,૨૯૯.૨૦ ડોલર હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





