સ્પેન,તા. ૫
હાઇપરલુર ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી દ્વારા સ્પેનમાં પ્રથમ યાત્રી કેપ્સુલ (ટ્રેન બોગી) લોંચ કરી દેવામાં આવ્યા બાદ આને લઇને ઉત્સુકતા સ્પેનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશોમાં પણ વધી ગઇ છે. આને ક્વીનતેરો નામ આપી દેવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૨૧થી યાત્રી વિમાન કરતા પણ વધારે ઝડપથી દોડનાર આ હાઇપરલુપ કેપ્સુલમાં યાત્રી મુસાફરી કરી શકશે. આને લઇને સ્પેનમાં જારદાર તૈયારી ચાલી રહી છે. ચેરમેન બિબોપ ગ્રેસ્ટાએ કહ્યુ છે કે આને વર્ષ ૨૦૧૯માં ટ્રેક પર ઉતારી દેવામાં આવશે અને તેની ગતિ ૧૧૨૬ કિલોમીટરની રહેશે. અત્રે નોંધનીય છે કે વર્ષ ૨૦૧૩માં અમેરીકી કારોબારી એલેન મસ્કે આની વિચારધારા રજૂ કરી હતી. કેપ્સુલની વાત કરવામાં આવે તો તેની લંબાઇ ૧૫૦ ફુટની આસપાસ રહેશે. તેમાં ૫૦ ફુટ લાંબી કેબિન રાખવામાં આવનાર છે. તેનુ વજન નિષ્ણાંતોના કહેવા મુજબ ૦૫ ટન રાખવામાં આવનાર છે. કેપ્સુલમાં એક વખતમાં ૩૦-૪૦ યાત્રી મુસાફરી કરી શકે છે. ૮૨ કાર્બન ફાઇબર પેનલ્સ રાખવામાં આવ્યા છે. આ કેપ્સુલને લઇને હવે ઉત્સુકતા વધી ગઇ છે. વહેલી તકે યાત્રીઓ માટે તેને ઉપલબ્ધ કરાવી દેવાની તૈયારી ગ્રેસ્ટા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમનુ કહેવુ છે કે વહેલી તકે તમામ પાસા પર નિર્ણય લેવામાં આવનાર છે. હાઇપરલુપ દુનિયાભરમાં અલગ અલગ ટ્રાયલ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે. ભારતમાં પણ બે રાજ્યોમાં આની શરૂઆત કરવાની હિલચાલ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં હાઇપરલુપથી મુંબઇ અને પુણે વચ્ચેનુ અંતર માત્ર ૨૫ મિનિટમાં પૂર્ણ થશે. જ્યારે આંધ્રપ્રદેશમાં વિજયવાડા અને અમરાવતી વચ્ચે એક કલાકની યાત્રા માત્ર પાંચ કે છ મિનિટમાં પૂર્ણ કરાશે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




