નેશનલ કોન્ફરન્સનાં કાર્યકર્તાઓ પર આતંકી હુમલામાં બેના મોત, એક ગંભીર

0
7

શ્રીનગર,તા.૫
જમ્મૂ-કાશ્મીરનાં શ્રીનગરમાં નેશનલ કોન્ફરન્સનાં ત્રણ કર્યકર્તાઓ પર આતંકીઓએ હુમલો કર્યો છે, જેમાં બે કાર્યકર્તાઓની મોત થઈ છે. તેમ જ એક કાર્યકર્તા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના શ્રીનગરનાં કરફલી વિસ્તારની છે. કરફલી વિસ્તારની એક સાંકડી ગલીમાંથી આતંકીઓએ ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. આતંકીઓ પાસે મોટી સંખ્યામાં હથિયારો હતા જ્યારે કાર્યકર્તાઓ પાસે કોઈ પણ પ્રકારનાં હથિયાર નહતાં.
કાર્યકર્તાઓ પાસે હથિયાર નહીં હોવાનો ફાયદો ઉઠાવીને આતંકીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જમ્મૂ-કાશ્મીર પોલીસે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શ્રીનગરનાં એસએસપી ઈમ્તિયાઝ ઈસ્માઈલ પરે એ જણાવ્યું કે, ‘દુર્ઘટનામાં બે કાર્યકર્તાઓ માર્યા ગયા છે. જેઓ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા હતા.’
ઉલ્લેખનીય છે કે, ૮ ઓક્ટોબરનાં રોજ અહીં પંચાયતની ચૂંટણીનાં પહેલા ચરણ માટે મતદાન કરવામાં આવ્યું હતું. જમ્મૂ-કાશ્મીરમાં ૧૩ વર્ષ બાદ થઈ રહેલી સ્થાનિક ચૂંટણીમાં આતંકી હુમલાનો ખતરો તો પહેલાથી લાગી રહ્યો હતો. આ ચૂંટણીમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સનાં આર્ટિકલ ૩૫છને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પરંતુ કોંગ્રેસ અને ભાજપે મોટેભાગની જગ્યાઓએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY