મહેસાણા,તા.૩૦
ઉત્તર ગુજરાતના મહેસાણામાં સતલાસણામાં આવેલી એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીતા ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે.
પ્રાથમિક માહિતી અનુસાર સતલાસણાના કોઠાસણા ગામમાં આવેલી શાળાની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થી ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો. આ બનાવ અંગે સવારે હોસ્ટેલના સંચાલકોને જાણ થઈ હતી. જેથી તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ વિદ્યાર્થીની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. તેમજ આ અંગે અકસ્માતે મોત નોંધીને તેની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે. વિદ્યાર્થી છેલ્લા ૩ વર્ષથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હોવાનું જાણવા મળે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




