મેડ્રિડ,તા.૧૨
વિશ્વની ભૂતપૂર્વ સર્વોચ્ચ ક્રમાંકિત મારિયા શારાપોવાની ઈજાની સારવારમાં ત્રણ મહિનાના આરામ પછી આવતા અઠવાડિયે મેલોર્કા ઓપન ટેનિસમાં ભાગ લઈ રમતમાં પાછા ફરવાની આશા કરાય છે, એમ સ્પર્ધાના આયોજકોએ કહ્યું હતું. પાંચ ગ્રાન્ડ સ્લેમના તાજ જીતી ચૂકેલ ૩૨ વર્ષની શારાપોવા ૨૦૦૮થી ચાલતી આવતી તેની લાંબા સમયની ખભાની ઈજામાં શસ્ત્રક્રિયા કરાવ્યા પછી ગયા ફેબ્રુઆરીથી રમતમાંથી બાકાત થઈ ગઈ છે.
આયોજકોએ નિવેદનમાં જણાવ્યું હતું કે શારાપોવાએ મેલોર્કા ઓપન સ્પર્ધામાં રમવા માટે તેને ઓફર કરાયેલ વાઈલ્ડ-કાર્ડનો સ્વીકાર કર્યો છે. શારાપોવા પર ડોપિંગ માટે ૧૫ મહિનામો પ્રતિબંધ પણ મુકાયો હતો જેની મુદત ૨૦૧૭માં પૂરી થઈ હતી. તેણે છેલ્લી વેળા પોતાના રાષ્ટ્રમાં ગયા જાન્યુઆરીમાં સેન્ટ પીટર્સબર્ગ ઓપન સ્પર્ધામાં રમી હતી.
ડબ્લ્યુ. ટી. એ. (વીમેન્સ ટેનિસ એસોસિયેશન)ની મેલોર્કા ઓપન સ્પર્ધા ૧૭મી જૂનથી યોજાનાર છે જેમાં વર્તમાનની વિમ્બલ્ડન ચૅમ્પિયન એન્જેલિક કર્બર અને વિક્ટોરિયા એઝારેન્કા પણ રમનાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





