ગાંધીનગર,તા.૨૪
‘હાથ ઉંચો કરો અને બસમાં બેસો’ આવા સ્લોગન સાથે ગુજરાતની એસટીએ મુસાફરોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે છતાં એસટી બસો ખોટ કરે છે. ખાનગી બસ સંચાલકોને લાભ કરી આપવા એસટીના અધિકારીઓ બસના રૂટ ચેન્જ કરે છે, પરિણામે એસટીની ખોટ વધીને ૨૭૨૧ કરોડ રૂપિયા થઇ છે. ગુજરાત સરકાર જા એસટીનો વહીવટ સંભાળી શકતી ન હોય તો એસટીનું પ્રાઇવેટાઇઝેશન કરવું જાઇએ, તેવા સૂચન ઘણાં અધિકારીઓ કરી ચૂક્્યાં છે, પરંતુ એસટીના કર્મચારીઓના હડતાલની ચીમકી સાથે સરકાર ખાનગીકરણ કરી શકતી નથી. અતિ મહ¥વની બાબત એવી છે કે સરકારી કાર્યક્રમોમાં એસટી બસોની જરૂરિયાત રહેતી હોવાથી એસટીની નિગમની ખોટમાં વધારો થયો છે.
કેગના અહેવાલમાં એસટીની પોલ ખોલવામાં આવી છે. એસટી પાસે હાલ ૭૮૬૩ જેટલી બસો હોવા છતાં એસટી નિગમ ખોટ કરે છે. એસટીના વાહનોના કાફલાનો ઉપયોગ કરવાની કુલ ક્ષમતા ૮૬.૭૨ ટકા હતી, તે ઘટીને ૮૪.૪૮ ટકા થઈ હતી. નવાઈની વાત તો એ છે કે ગુજરાતની વસતી આ ગાળામાં ૬.૨૭ કરોડથી વધીને ૬.૭૨ કરોડ થઈ હતી, પરંતુ આ ગાળામાં મુસાફરોની અવરજવર ૮૪૧૦ લાખથી ઘટીને ૭૮૮૭ લાખની થઈ હતી. આ પેસેન્જરો કેમ ઘટે છે તેની તપાસ કરવામાં આવતી નથી. જા કે ખાનગી બસો જે ચાલે છે તેમાં સૌથી વધુ ખાનગી બસો એસટીના કર્મચારીઓ અને અધિકારીઓની હોય છે.
ડ્રાઇવર અને કંડક્ટરનો સ્ટાફ હોવા છતાં તેનો પૂરતો ઉપયોગ કરવામાં આવતો નથી. પરિણામે તેમને પગાર આપવામાં આવે છે, પરંતુ તેમની પાસેથી કામ લેવામાં આવતું નથી. એસટી નિગમ ખોટો પગાર આપે છે. ડ્રાઈવર અને કંડક્ટરની સેવાઓનો ઉપયોગ બુકિંગ ક્લાર્ક તરીકે પણ કરવામાં આવ્યો હોવાથી લાખો માનવ દિન વેડફી નાંખવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



