ગેંગટોક,તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમના પહેલાં એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું. આ અવસર પર પીએમ મોદીએ છેલ્લાં ચાર વર્ષના પોતાના કામકાજની તુલના પાછલી સરકારોના ૬૭ વર્ષ સાથે કરતાં કહ્યું કે અમે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. એરપોર્ટને લઇ મોદીએ કહ્યું કે અમે દર વર્ષે ૯ એરપોર્ટની સરેરાશથી ૪ વર્ષમાં ૩૫ એરપોર્ટ બનાવ્યા, જ્યારે ૬૭ વર્ષમાં ૬૫ જ એરપોર્ટ બન્યા હતા.
પૂર્વોત્તરની કનેક્ટિવિટી વધારવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે લગભગ ૬ દાયકા પહેલાં એખ નાનકડું એક વિમાન અહીંથી ઉડયું હતું, ત્યારબાદ ૬ દાયકા સુધી રાહ જાવી પડી. સિક્કિમ જ નહીં અરૂણાચલ પ્રદેશ જેવા દેશના કેટલાંય રાજ્યોમાં એરપોર્ટ બન્યા છે. ૧૦૦ એરપોર્ટ ચાલુ થઇ ગયા છે, તેમાંથી ૩૫ એરપોર્ટ છેલ્લાં ચાર વર્ષમાં જ બન્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ડોમેસ્ટિક ફલાઇટના મામલામાં ભારત આજે દુનિયાનું ત્રીજું સૌથી મોટું માર્કેટ બની ગુયં છે. વિમાન કંપનીઓની પાસે વિમાન ઓછી પડી ગયા છે.
વિમાન સેકટરના આકંડા રજૂ કરતાં મોદીએ કહ્યું કે આઝાદીના ૭૦ વર્ષમાં દેશમાં અંદાજે ૪૦૦૦ વિમાન સેવા આપી રહ્યાં હતા. હવે વિમાન સર્વિસીસ આપનાર કંપનીઓએ આ એક વર્ષમાં ૧૦૦૦ નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે. તેના પરથી ખબર પડે છે કે હવાઇ ચપ્પલ પહેરનાર સામાન્ય લોકો વિમાનમાં મુસાફરી કરવાનું અમારું સપનું કેટલું ઝડપથી પૂરું થઇ રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે પાકયોંગ એરપોર્ટ ખુલતા જ આપણને ગર્વ થશે કે દેશનું ૧૦૦મું એરપોર્ટ છે. આ એરપોર્ટ તમારા જીવનને સરળ કરવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવાનું છે. આપણે અત્યાર સુધી પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ ઉતરી ૫ થી ૬ કલાકની સફર કરવી પડી હતી. આ એરપોર્ટને ઉડાન યોજના સાથે જાડી દેવાયું છે. આ યોજના અંતર્ગત ૧ કલાક સુધીની સફર માટે ૨૫૦૦ રૂપિયા જ આપવાના હોય છે. આ પ્રયાસના લીધે આજે હવાઇ મુસાફરી રેલવેના એસી જેટલી સફર થઇ ગઇ છે.
પાક્્યોંગ એરપોર્ટને એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે આ આપણા એન્જિનિયરિંગ કૌશલનું પણ પ્રતિક છે. અહીંથી પસાર થનાર જળ ધારાઓ એરપોર્ટની નીચેથી નીકળે છે. આ એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રમાણ છે. મોદીએ કહ્યું કે હું આ એરપોર્ટ બનાવા માટે જાડાયેલી ટીમને હૃદયથી અભિનંદન પાઠવું છું.
એરપોર્ટના લીધે ટુરિઝમમાં વધારો થવાની શકયતા જાતા પીએમ મોદીએ કહ્યું કે એરપોર્ટ ન હોવાથી રાજ્યની કુલ વસતીથી દોઢ ગણા પર્યટક આવે છે. હવે એરપોર્ટ બનતા પર્યટકોની સીમા એટલી સીમિત રહેશે નહીં. સિક્કિમના નવજવા માટે એરપોર્ટ રોજગારનો ગેટવે સાબિત થવાનો છે. પર્યટનથી દરેલ લોકો કમાય છે. ચણા વેચવાથી લઇ ચા વેચનાર સુધી તમામ કમાશે.
આ એરપોર્ટ ૨૦૬ એકરમાં ફેલાયેલું છે અને તેની કિંમત ૬૦૫.૫૯ કરોડ રૂપિયા છે. તેમાં જિયોટેક્નિકલ એÂન્જનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અહીંની માટીમાં એરપોર્ટની જરૂરીયાત મુજબ ફેરફારો કરવામાં આવ્યા છે. સાથે સ્લોપ સ્ટેબલાઇઝેશન ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા, એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્પાઇસજેટને રીજનલ કનેક્ટિવિટી વધારવા માટે ‘ઉડે દેશ કા હર નાગરિક’ (ફ્લાઇંગ) યોજના હેઠળ પરવાનગી આપવામાં આવી છે, તેથી ભાડા પર આપવામાં આવેલી કેપ ૨,૬૦૦ રૂપિયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





