ભારતનું સંરક્ષણ બજેટ ૩.૧ ટકા વધીને ૬૬.૫ અરબ ડોલરે પહોંચ્યુ

0
5

સ્ટોકહોમ,તા.૩૦
ભારતનું સંરક્ષણ બજેટ ૨૦૧૮માં ૩.૧ ટકા વધીને ૬૬.૫ અરબ ડોલર પર પહોંચ્યું છે. જ્યારે તે દરમિયાન પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ ૧૧ ટકાની જારદાર વૃદ્ધિ સાથે ૧૧.૪ અરબ ડોલર પહોંચી ગયું છે. સ્વીડનના એક પ્રમુખ થિંક ટૈંક દ્વારા જાહેર કરાયેલ નવા રિર્પોટમાં આ જાણકારી આપવામાં આવી છે.
વૈશ્વિક સૈન્ય ખર્ચ પર જાહેર આ રિર્પોટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં દુનિયાભરમાં સૈન્ય સાધનો પર કુલ ખર્ચ ૧,૮૨૨ અરબ ડોલર પર પહોંચી ગયો છે. જે ગત વર્ષ કરતાં ૨.૬ ટકા વધારે છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટે પોતાના વાર્ષિક રિર્પોટમાં આ જાણકારી આપી.
રિર્પોટ અનુસાર, ૨૦૧૮ દરમિયાન સૈન્ય સાધનો પર સૌથી વધુ ખર્ચ કરવા વાળા પાંચ દેશોમાં સંયુક્ત રાજ્ય અમેરિકા, ચીન, સાઉદી અરબ, ભારત અને ફ્રાંસનો સમાવેશ થાય છે. આ પાંચ દેશનો સંરક્ષણ ખર્ચ દુનિયાભરમાં થયેલ કુલ ખર્ચના ૬૦ ટકા રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ ખર્ચમાં ૨૦૧૦ બાદ પહેલી વાર વૃદ્ધિ થઈ જ્યારે ચીનનું રક્ષા બજેટ સતત ૨૪માં વર્ષે વધ્યું છે.
દક્ષિણ એશિયામાં ભારતનું સંરક્ષણ બજેટ ૨૦૧૮માં ૩.૧ ટકા વધીને ૬૬.૫ અરબ ડોલર રહ્યું છે. જ્યારે પાકિસ્તાનનો સૈન્ય ખર્ચ આ દરમિયાન ૧૧ ટકા વધીને ૧૧.૪ અરબ ડોલર પર પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૭માં પણ પાકિસ્તાનના સંરક્ષણ બજેટમાં આટલી જ વૃદ્ધિ થઈ હતી.
રિર્પોટ અનુસાર, ૨૦૧૮માં ગ્લોબલ જીડીપીના વૈશ્વિક સંરક્ષણ ખર્ચ ૨.૧ ટકા સુધી પહોંચી ગયો હતો. આ પ્રતિ વ્યકિત ૨૩૯ ડોલર રહ્યો છે. સતત બીજા વર્ષે વૈશ્વિક સંરક્ષણ ખર્ચમાં વૃદ્ધિ થઈ છે. ૧૯૮૮ બાદ આ સૌથી વધુ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY