એફબી પર લાસ્ટ પિક મૂકી ધો.૧૦ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાદ્યો

0
10


સુરત,તા.૫
ઇચ્છાપોરમાં એક ધોરણ ૧૦ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. વિદ્યાર્થીએ મૃત્યુ પહેલાં સોશિયલ મીડિયા પર પોતાની જ એક તસવીર મૂકી ‘લાસ્ટ પિક’ હોવાનું કહીં આપઘાત કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. ચાર સભ્યોના નાના પરિવારમાં વિદ્યાર્થી સૌથી નાનો હોવાનું અને પ્રેમમાં આવું પગલું ભર્યું હોવાની વાતો બહાર આવી રહી છે. જોકે વિદ્યાર્થીના આપઘાત બાદ ઈચ્છાપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ઇચ્છાપોર પોલીસે જણાવ્યું હતું કે, અનિલ મૂળ બિહારનો રહેવાસી હતો અને ઇચ્છાપોરની જયરાજ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. એક ભાઈ અને માતા-પિતા સાથે રહેતો અનિલ ઘર નજીકની લોગસ મિશન હાઈસ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હતો. પરિવારના સભ્યોની ગેર હાજરીમાં અનિલે આવું પગલું ભર્યું હોવાની શક્યતા છે. અનિલે ગળેફાંસો ખાતા પહેલાં બંને હાથ પર બ્લેડના અનેક ઘા પણ માર્યા છે.
સ્થાનિક મિત્રોએ જણાવ્યું હતું કે, અનિલ અભ્યાસની સાથે સાથે એક પ્રામાણિક અને સીધો સાદો હતો. તમામ મિત્રોના પરિવારમાં તેનું માન સન્માન હતું. સ્કૂલમાં અભ્યાસ કરતી એક સાથી વિદ્યાર્થિની સાથે તેને પ્રેમ થઇ ગયો હતો. અનિલ વોટ્‌સઅપના માધ્યમથી પ્રેમિકા સાથે ચેટ પણ કરતો હતો. જોકે, પ્રેમિકા સાથે થયેલા ઝઘડા બાદ તેણે તમામ મેસેજ ડીલીટ કરી દીધા હતા. અને ફેસબૂક પર આ મારી લાસ્ટ પિક હોવાના ઉલ્લેખ સાથેનો એક ફોટો અપલોડ કરી તેણે આવુ પગલું ભર્યું હોય એમ કહીં શકાય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY