હાર્દિકના ઉપવાસનો ૧૨ દિવસ,દેરડીકુંભાજી ગામે ૧૧ ખેડૂતોએ મુંડન કરાવ્યું

0
13


ગોંડલ,તા.૫
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના ૧૧ દિવસ પૂર્ણ થયા છે અને આજે ૧૨મો દિવસ છે. ત્યારે ગોંડલના દેરડી(કુંભાજી)ગામે હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો અને ખેડૂતો દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. રામધૂનમાં હાર્દિક પટેલના ૧૧ દિવસના પૂર્ણ થયેલા ઉપવાસને લઇને ૧૧ ખેડૂતોએ મુંડન કરાવીને ભાજપ સરકારનું સુંવાળું કાઢ્યું હતું અને હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ટેકો આપ્યો હતો.
આ સાથે જ ખેડૂતોએ ભાજપ સરકારનો વિરોધ કરતા જય સરદાર, ખેડૂતોના દેવા માફ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતાં. ખેડૂતોને સરકાર દ્વારા મગફળીનો પાકવીમો ચૂકવવામાં આવ્યો છે. પરંતુ કપાસનો પાકવીમો સરકાર દ્વારા હજુ સુધી ચૂકવવામાં આવ્યો ન હોવાથી પાકવીમાની માંગ સાથે ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ગોંડલના વર્ધમાનનગર સોસાયટીમાં હાર્દિક પટેલના સમર્થનમાં મહિલાઓએ રામધૂન બોલાવી હતી. તેમજ ભાજપ સરકાર વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓએ જય સરદાર જય પાટીદાર લખેલી ટોપી પહેલી રામધૂન બોલાવી હતી. ખેડૂતોના પ્રશ્ને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY