ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળઅભિયાન – ૨૦૧૮ નું સમાપન સમારંભ જંબુસરના કારેલી ગામે યોજાયો

0
29

ભરૂચઃ
રાજ્ય સરકાર ધ્વારા ૧ લી મે થી શરૂ કરેલા સુજલામ સુફલામ જળ અભિયાનનો સમાપન સમારંભ તા.૩૧ મે – ૨૦૧૮ ના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્યધમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કારેલી ગામે તળાવ કિનારે બનાવેલા શમિયાણામાં જળ પૂજન અને નર્મદા કળશ પૂજનમાં ભાગ લીધો હતો. આ પૂજનમાં પૂર્વ ધારાસભ્યા છત્રસિંહ મોરી, કિરણભાઇ મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન પઢિયાર, આગેવાન પદાધિકારીઓ યોગેશભાઇ પટેલ, બળવંતભાઇ પઢિયાર, પ્રતાપસિંહ પરમાર, ભુપેન્દ્રાસિંહ રાઠોડ સહિત આગેવાન પદાધિકારીઓ, કંબોઇ આશ્રમના અધિષ્ઠાપતા વિદ્યાનંદજી મહારાજ, ગામના સરપંચ, ગ્રામજનો સાથે જોડાયા હતા.
જળ પૂજન કાર્યક્રમ બાદ યોજાયેલા સમાપન સમારોહના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સુજલામ સુફલામ જળ અભિયાનની ફલશ્રૃતિ જણાવતાં અંકલેશ્વરના કોસમડી ગામેથી પ્રારંભ થયેલ આ જળ સંચય અભિયાન આજે કારેલી ગામે વિશાળ તળાવના નિર્માણથી પુર્ણ થયેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, યજ્ઞકુંડથી વરૂણ દેવતાની વધામણી રાજ્યના મુખ્યીમંત્રી વિજયભાઇ રૂપાણીના સંકલ્પુબળથી જળ ક્રાંતિ સ્વ્રૂપે સાકાર થઇ રહી છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમ વખત આવું ભગીરથ અભિયાન હાથ ધરાયું છે. જળ સંચય અભિયાન હેઠળ રાજ્યમાં ૧૬૬૧૬ ના કામોના લક્ષ્યાંક સામે ૧૧૦ ટકા સિધ્ધિ સાથે ૧૮૨૧૦ જળ સંચયના કામો થયા હોવાનું પણ જણાવ્યું હતું. આ યોજના થકી જળ સંચયમાં વિપુલ પ્રમાણમાં જળ સંગ્રહ થશે અને નદી – તળાવો – સરોવરો નવપલ્લવીત થશે. સાથે સાથે માનવ, પશુપંખી માટે આશિર્વાદરૂપ થશે. તેમણે કહ્યું૬ હતું કે સરકારી શક્તિો સીમીત છે અને પ્રજાની શક્તિળ અમાપ છે ત્યા રે આ કાર્યમાં સહયોગ આપનાર વહીવટીતંત્ર – સ્વૈ ચ્છિુક સંગઠનો અને લોકશક્તિને બિરદાવી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી રાજ્યનમાં આ સરકારે બહુલક્ષી વિકાસ કામો સફળતાથી પાર પાડયા છે. આ સફળતામાં પૂર્વ મુખ્ય૨મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વને આભારી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને પાણીદાર બનાવવું છે. તેવો ભાવ વ્યક્તા ર્ક્યો હતો. અંતે તેમણે આ જળ અભિયાનની પૂર્ણાહૂતી નહી બલ્કે જળ ક્રાંતિની શરૂઆત છે અને તેના આપ સહુ સાક્ષી છીએ તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે કંબોઇ આશ્રમના વિદ્યાનંદજી મહારાજ, કારેલીના ખેડૂત બળવંતભાઇ પઢિયાર, પ્રતાપભાઇ રાયસંગભાઇ પરમાર, કહાનવા ગામના જયેશભાઇ પટેલ, નંદેલાવના રતિલાલ ચૌહાણ, ઝઘડીયાના રાણીપુરાના રમેશભાઇ અભેસીંગભાઇ વસાવાએ ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન સંદર્ભે થયેલી સફળ કામગીરી અંગે પોતાના પ્રતિભાવ રજૂ કરતાં ભાવી પેઢી પાણીની તંગી ન ભોગવે એવા જળ ભંડારનો વારસો આપવાનો સુજલામ સુફલામ જળ અભિયાનને બિરદાવ્યુંર હતું.
પ્રારંભમાં સ્વાેગત પ્રવચન કરતાં જિલ્લા કલેક્ટૂર રવિકુમાર અરોરાએ ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલ કામગીરીની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવ ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંંગ, નહેરોની સફાઇ સહિત વિવિધ કામોનું આયોજન હાથ ધરાયું હતું. જિલ્લામાં ૨૨૯ ગામોમાં ૭૧૮ કામોનું આયોજન કરવામાં આવ્યુંિ હતું તે પૈકી ૭૦૫ કામો પૂર્ણ કરવામાં આવ્યા૨ છે. જેમાં ૭૫ તળાવો, ૩૦ ચેકડેમ ડીસીલ્ટીંાગ અને ૨૬ ખેત-વનતલાવડીના કામોનો સમાવેશ થાય છે. આ કામગીરીથી ૧૭,૭૬,૦૦૦ માટીકામ થયેલ છે. ૧૩૦૫ મીલીયન લીટર પાણીની સંગ્રહ શક્તિેમાં વધારો થશે. ૨૬ જેટલી સ્વૈકચ્છિે સંસ્થાીઓ આ અભિયાનમાં જોડાઇ હતી. મનરેગા યોજના હેઠળ ૨૯૫૦૦ માનવદિન ઉત્પેન્ની થયેલ છે. ૩૦,૦૦૦ લોકોને રોજગારી મળી છે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે વિવિધ શાળાઓના બાળકો ધ્વાછરા સુંદર સાંસ્કૃોત્તિક કાર્યક્રમો રજૂ થયા હતા. ત્યાયરબાદ સુજલામ સુફલામ જળ અભિયાન ગીત અને ડોક્યુૃમેન્ટ્રીજ રજૂ થઇ હતી. જિલ્લા માહિતી કચેરી – ભરૂચ ધ્વાવરા જળ સંચય અભિયાન હેઠળ જિલ્લામાં થયેલી કામગીરીનું ફોટો પ્રદર્શન યોજ્યુંી હતું. આ સમાપન સમારોહ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેન, જિલ્લા કલેક્ટરર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, તાલુકા પંચાયત જંબુસરના પ્રમુખ મતી જયાબેન પઢિયાર, આમોદના પ્રમુખ મતી વિલાસબેન રાજ, પૂર્વ ધારાસભ્યી છત્રસિંહ મોરી, કિરણભાઇ મકવાણા, જિલ્લા આગેવાન યોગેશભાઇ પટેલ, આગેવાન પદાધિકારીઓ, અધિકારીગણ, સામાજીક સ્વૈણચ્છિલક સંસ્થા્ના પ્રતિનિધિઓ, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યાીમાં ઉપસ્થિજત રહ્યાત હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY