માંગરોળમાં સુમુલ ડેરીના વહીવટના સમર્થનમાં અને વિરોધમાં રેલી યોજાઇ

0
9

સુરત,
માંગરોળ તાલુકા મથક ખાતે સુમુલડેરીના વહીવટની તરફેણમાં અને વિરોધમાં એક બીજા વિરુદ્ધ રેલી અને જાહેર સંમેલનો યોજાયા હતા. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. જ્યારે જાહેર સંમેલનોમાં મહિલાઓ મોટી સંખ્યામાં જાડાઈ હતી.
તાપી જિલ્લામાં આદિવાસી એકતા સંગઠન, ભીલીસ્થાન ટાઈગરસેના સુમુલ ડેરીમાં દૂધ ભરતા સભાસદોને થઈ રહેલા અન્યાયના વિરોધમાં આંદોલન ચલાવે છે. જેમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો ટેકો આપી રહ્યાં છે. તાજેતરમાં વ્યારા ખાતેથી આંદોલન શરૂ થયું હતું. ત્યારબાદ માંગરોળ તાલુકામાં આદિવાસી એકતા સમિતી અને ભીલીસ્થાન ટાઈગરસેનાએ સંયુક્ત રીતે રેલી જાહેર સંમેલન યોજી હતી. જેની સામે માંગરોળ તાલુકા પશુ પાલક હિતરક્ષક સમિતી અને કેટલીક દૂધ મંડળીના આગેવાનો મારફત સુમુલ ડેરીના વહીવટકર્તાઓના સમર્થનમાં મોસાલી ખાતે રેલી અને જાહેરસભા યોજી હતી.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY