સુપર-૩૦ના સ્વરૂપને બદલવા મુદ્દે ડાયરેક્ટરે ખુલાસો કર્યો

0
202

માત્ર બે કલાકમાં આ માણસની કથા રજૂ કરી શકાય એમ નથી
મુંબઈ,તા.૧૭
ટોચનો અભિનેતા રિતિક રોશન જે ફિલ્મમા મુખ્ય રોલ કરી રહ્યો છે એ સુપર ૩૦ના સ્વરૂપને બદલવાની જરૂર કેમ પડી એ વિશે ફિલ્મના ડાયરેક્ટર વિકાસ બહલે સ્પષ્ટતા કરી હતી.
પટણાના ગણિતજ્ઞા આનંદ કુમારે એવો દાવો કર્યો હતો કે તેમણે તૈયાર કરેલા ૨૨ વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત આઇઆઇટીમાં એડમિશન મળી ગયું હતું.
એમના આ દાવાને પડકારતા મિડિયા રિપોર્ટ બિહાર ઉપરાંત ઉત્તર ભારતના દૈનિકોમાં પ્રગટ થયા હતા.
દેખીતી રીતેજ પોતાની ફિલ્મ કોઇ વિવાદમાં સપડાય એવી ફિલ્મ સર્જકની ઇચ્છા હોતી નથી એટલે તરત ફિલ્મ સર્જકોએ એવો નિર્ણય કર્યો હતો કે આ ફિલ્મને આનંદ કુમારની બાયો-ફિલ્મને બદલે કાલ્પનિક કથા પર આધારિત ફિલ્મ જાહેર કરવી.
જો કે ડાયરેક્ટર વિકાસ બહલે વાતને વધુ ચોળવાને બદલે એવી સ્પષ્ટતા કરી હતી કે આનંદ કુમારનું વ્યક્તિત્વ અને એમનું કામ એટલું વ્યાપક રહ્યું છે કે માત્ર બે કલાકની ફિલ્મમાં બધી વાતોને સમાવી લેવાનું શક્ય બને નહીં એટલે અમે ફિલ્મના સ્વરૂપને બદલી નાખવાનો નિર્ણય કર્યો હતો. ‘અમારો હેતુ ગરીબ અને જરૂરતમંદ બાળકોને ગણિત શીખવીને એમના જીવનમાં પરિવર્તન આણતા શિક્ષકની કથા રજૂ કરવાનો રહ્યો છે. એ હેતુ બર આવે એટલું બસ છે’ એમ વિકાસે કહ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY