પીડિતોને સુરક્ષા આપે સરકાર
ન્યુ દિલ્હી,તા.૨૬
સુપ્રીમ કોર્ટે કઠુઆ ગેંગરેપ મામલામાં બે આરોપીઓની પિટિશન સ્વીકારી લીધી છે. કોર્ટે કહ્યુ કે મામલાની સુનાવણી જમ્મુની બહાર નહીં થઈ શકે. આ પહેલા પીડિતાના પિતાએ આ કેસ સીબીઆઈને સોંપવા અને જમ્મુ-કાશ્મીરથી ચંદીગઢ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.
પીડિત પક્ષના વકીલ ઈન્દિરા જયસિંહે સુપ્રીમને કહ્યુ કે, માહોલ નિષ્પ સુનાવણીને લાયક નથી. માહોલ એકતરફી થઈ ગયો છે. તેઓએ કહ્યુ કે, પોલીસે ખૂબ જ સારું કામ કર્યું છે. તેઓએ આરોપીઓની ધરપકડ ઉપરાંત તેના વૈજ્ઞાનિક સાક્ષ્ય પણ એકત્ર કર્યા છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પીડિત પરિવાર અને તેમની રજૂઆત કરતા વકીલને સુરક્ષા પૂરી પાડવાના આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં પીડિત પક્ષ તરફથી રજૂઆત વકીલ દીપિકા સિંહ રાજાવત કરી રહ્યા છે. તેઓએ અજાણ્યા લોકો દ્વારા ધમકી મળવાની વાત કહી હતી. રાજાવતે કહ્યુ હતું કે, મને તેઓએ (બાર એસોસિએશનના વકીલ) એકલી પાડી દીધી છે. કોર્ટેમાં પ્રેક્ટિસ કરવાથી પણ રોકવામાં આવી રહી છે. હું નથી જાણતી કે આગળનું કામ કેવી રીતે કરીશ. મુસ્લિમ મહિલા માટે ન્યાયની લડાઈ લડવા પર મને હિન્દુ વિરોધી કહીને સમાજથી બહાર કરવાની વાતો થઈ રહી છે.
પોલીસની ચાર્જશીટ મુજબ, કઠુઆ જિલ્લાના રાસના ગામમાં લઘુમતી બકરવાલ સમુદાયની ૮ વર્ષની બાળકી સાથે જાન્યુઆરીમાં બંધક બનાવીને અનેક દિવસો સુધી ગેંગરેપ કરવામાં આવ્યો. બાદમાં તેની ક્રૂરતાપૂર્ણ હત્યા કરી દેવાઈ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





