તમે કહો છો મારી પાસે પાવર છે, હું સુપરમેન છું, પરંતુ કંઇ કરતા તો નથીઃ સુપ્રીમ કોર્ટ

0
468

ન્યુ દિલ્હી,તા.૧૨
દિલ્હીમાં કચરાના ઢગલા પર સુપ્રીમ કોર્ટે ઉપરાજ્યપાલ, દિલ્હી અને કેન્દ્ર સરકારને આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં સવાલ કર્યો છે કે તેમને જણાવવામાં આવે કે કેટલા દિવસોમાં ત્રણ લેન્ડફિલ સાઈટ્‌સ પરથી કચરો હટાવવામાં આવશે. તમે બેઠકોમાં ચ્હા-કોફી પીતા-પીતા શું કરો છો. તેના અમને કોઈ મતલબ નથી. તમે એ જણાવો કે કચરો ક્યારે હટશે?
સુપ્રીમ કોર્ટે દિલ્હીના લેન્ડફિલની સરખામણી કુતુબમિનારની સાથે કરી છે અને કÌš છે કે લેન્ડફિલ અને કુતુબમિનારની ઊંચાઈમાં માત્ર આઠ મીટરનું અંતર બાકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઉપરાજ્યપાલ કહે છે કે તેમની પાસે પાવર છે અને તેઓ સુપરમેન છે. તો બેઠકોમાં સામેલ કેમ થતા નથી? સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઉપરાજ્યપાલ અને સરકાર બંને માની રહ્યા છે કે તેમની જવાબદારી કચરો હટાવવાની છે અને જા આમ થાય નહીં તો કેન્દ્ર આમા નિર્દેશ આપશે. શું કેન્દ્રએ નિર્દેશ આપ્યા છે? આના પર ઉપરાજ્યપાલના વકીલે કહ્યુ છે કે દિલ્હીમાં કચરાનો નિકાલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ થાય છે. જા કે બંધારણમાં તેમની પાસે અધિકાર છે.
દિલ્હી સરકારે ઉપરાજ્યપાલના જવાબ પર સંમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે કચરાના પહાડનો એક ભાગ પડવાને કારણે વ્યક્તિનું મોત નીપજે છે અને તમે લોકો હજીપણ આને લઈને ગંભીર દેખાઈ રહ્યા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઉપરાજ્યપાલ ઓફિસમાંથી કોઈ બેઠકમાં સામેલ થતા નથી અને એ કહેવામાં આવે છે કે તેમની પાસે અધિકાર છે. ઉપરાજ્યપાલ પ્રમાણે જા આરોગ્ય પ્રધાન કોઈ નિર્ણય લેતા નથી તો ઉપરાજ્યપાલે ખુદ શું કર્યું?
સુપ્રીમ કોર્ટે કÌšં છેકે જા સરકારની કોઈ ભિકા નથી. કારણ કે તમામ અધિકાર તમારી પાસે છે. તો જવાબદારી પણ તમારી છે. શું એલજીનો કોઈ અધિકાર એમસીડી પર નથી? શું આનો અર્થ એલજીની કોઈ જવાબદારી નથી? તો ઉપરાજ્યપાલ તરફથી રજૂ થયેલા વકીલે કહયું છે કે તેમની જવાબદારી નિર્દેશ જાહેર કરવાની છે અને આને લઈને વખતોવખત નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY