ક્રિકેટ રમવા મુદ્દે થયેલા ઝઘડામાં બે જૂથો વચ્ચે પથ્થરમારોઃ બે ઘાયલ

0
48

સુરત,તા.૧૭
ક્રિકેટ રમવાના મામલે થયેલા ઝઘડાએ જાતજાતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બે જૂથો સામસામે આવી ગયા હતા. બન્ને જૂથોએ પથ્થરમારો શરૂ કર્યો એ સાથે જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ મામલો થાળે પાડ્યો હતો. હજુ પણ ઉધના વિસ્તારમાં અજંપાભરી શાંતિ જાવા મળી રહી છે. પથ્થરમારામાં બે યુવાનોને ઇજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉધના વિસ્તારમાં બે દિવસ પહેલાં બે જૂથ વચ્ચે ક્રિકેટ રમવા બાબતે તકરાર સર્જાઈ હતી. દરમિયાન આજે રવિવારે ફરી ક્રિકેટ રમાવ બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેને પગલે બંને જૂથોના લોકો સામસામે આવી ગયા હતા. અને પથ્થરમારો કર્યો હતો. જેમાં બે યુવાનોને ઈજા પહોંચી હતી. બે જૂથ સામસામે આવી જતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY