સુરત,તા.૧૮
પુલવામા આતંકી હુમલામાં ભારત માતાના ૪૪ પુત્રો સહીદ થયા છે, આ ઘટનાને લઇને સમગ્ર દેશમાં શોક છવાયો છે, તો દેશની જનતાએ શહીદોના પરિવારને મદદરૂપ થવાની પોતાની ફરજ પણ સારી નીભાવી છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં મોટાપાયે આર્થિક સહાય કરવામાં આવી છે. જેમાં સહકારી મંડળીઓ તરફથી પણ મોટાપાયે સહાય કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને સુરતની સહકારી મંડળીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, એટલું જ નહીં શહીદોના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે માત્ર કલાકોમાં જ રૂપિયા ૪.૮૧ કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. જે દરેક શહીદના પરિવારને રૂપિયા ૧૧ લાખની સહાય કરવામાં આવશે.
સરહદ પર દેશની રક્ષા કરતાં વીર જવાનોએ તે પોતાની ફરજ નીભાવી, હવે દેશના નાગરિકોએ પણ ફરજ નીભાવવાનો વારો આવ્યો છે, એવા વિચાર સાથે સુરત તથા તાપીની સહકારી મંડળીઓ શહીદોના પરિવારને મદદ કરવા માટે આગળ આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



