સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા કાલે મધ્યરાત્રિથી બસના પૈંડા થંભી જશે
સુરત, તા. ૧૯
સાતમાં પગાર પંચની માંગણીઅો એસટી કર્મચારીઅોની ન સ્વીકારવામાં આવતા ૨૦મીની ન સ્વીકારવામાં આવતા ૨૦મીની મધ્યરાત્રિથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં એસટી બસના પૈંડા અચોક્કસ મુદ્દત માટે થંભી જશે. જોકે, બે દિવસના ધરણા તેમજ અચોક્કસ મુદ્દતની હડતાળની એસટી યુનિયને જાહેરાત કર્યા બાદ પણ રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રતિભાવ નહીં હોવાનું એસટી કર્મચારીઓ યુનિયનના અગ્રણી સતુભા ગોહિલ, કૌશલ દેસાઈ તથા રસીદ શેખે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત એસટી નિગમના કર્મચારીઓની વિવિધ માંગણીઅો પેન્ડિંગ છે. વિવિધ યુનિયનો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કર્યા બાદ કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા કર્મચારીઓએ ધરણા પ્રદર્શન અને સામૂહિક સીએલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




