માર્શલ ભરતીની પ્રતિક્ષા યાદીની મુદ્દત વધારવા માગ
સુરત, તા. ૧૯
સુરત મહાનગરપાલિકાના માર્શલ ભરતીની પ્રતિક્ષા યાદીની મુદ્દત લંબાવવામાં મનપાના ભાજપ શાસકોને પ્રતિક્ષા યાદીના અરજદારોએ લેખિત રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબસુરત મહાનગરપાલિકાના ઘણા વર્ષો બાદ અંદાજિત ૧૯૮૭માં ભરતી કરવામાં આવેલ હતી. ત્યાર પછી સને એપ્રિલ ૨૦૧૫માં સુરત મહાનગરપાલિકામાં માર્શલની જાહેરાત પાઢડવામાં આવી હતી અને ૦૨/૦૯/૨૦૧૬ના રોજ ૬૦૭ ઉમેદવારોની પસંદગી કરી તેમજ તારીખના રોજ ખાલી થનાર જગ્યાને ધ્યાને રાખી કુલ ૬૦૨ ઉમેદવારી પ્રતિક્ષા યાદી બનાવવામાં આવી હતી. પ્રતિક્ષા યાદી તારીખ ૦૨/૦૯/૨૦૧૮ના રોજ બે પૂર્ણ થતા પૂર્ણ મૂકેલું પરંતુ પ્રતિક્ષા યાદીમાંથી અંદાજિત ૩૧૮ જેટલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા બાકી જાણવા મળે છે. સુરત મહાનગરપાલિકામાં નવી ભરતીની પરીક્ષા ખર્ચ વગર તથા પ્રતિક્ષા યાદીને ન્યાય મળી રહે જેથી બાકી રહી ગયેલ ઉમેદવારોને સમાવેશ કરવા વિનંતી.
હાલમાં સુરત મહાનગરપાલિકાની કચેરી ફાયર અને વોચ અને વોડ વિભાગમાં માર્શલની જગ્યા ખાલી પડેલ છે અને ફાયર વિભાગની ડ્યુટી ૮ કલાક કુલ ૨૯૩ જગ્યા ખાલી પડેલ છે. વોચ એન્ડ વોચ વિભાગમાં કુલ ૧૪૦ જગ્યા ખાલી પડેલ છે અને આ જગ્યા માર્શલોથી ભરવાની હોવાથી નવી ભરતીમાં શિક્ષિત બેરોજગારી જાણવા મળેલ માહિતી મુજબ માર્શલની જગ્યાએ સુરત મહાનગરપાલિકા દ્વારા ખાનગી સિક્યુરિટી એજન્સી કુલ ૬૦૦ વ્યકિતઓને સમાવેશ સુરત મહાનગરપાલિકાએ કરેલ છે અને આ ખાનગી સિક્યુરિટી એજન્સીઓ બ્લેક લીસ્ટ થયેલ છે. જેની જગ્યાએ અમોએ પ્રેક્ટિલ પરીક્ષા પૂર્ણ કરી હોય અમોને સમાવવા કરાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



