ડીંડોલીની સગીર વયની યુવતીને નોકરીને લાલચ આપી અડપલા કર્યા
સુરત, તા. ૨૦
સગીરવયની યુવતીને નોકરી અપાવવાને લાલચ આપીક ડોદરાના મિલ માલિક કારમાં બેસાડી લઈ જઈ કેફી પીણુ પીવડાવી શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના ડીંડોલી પોલીસ મથકે નોંધાઈ હતી.
ડીંડોલી પોલી સૂત્રોના જણાવ્યા મુજબ કડોદરા ગણેશ લક્ષ્મી પ્રોસેસર પ્રા.લિ.ના અનિલ પાંડેએ ફરિયાદી સગીર વયની યુવતીને નોકરી અપાવવાની લાલચ આપી કારમાં બેસાડી ફરવા લઈ ગયો હતો. જ્યાં આરોપી અનિલ પાંડે એ ફરિયાદી પીડિતાને કોઈ કેફી પીણુ પીવડાવી તેણીની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને આ બાબતે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ડીંડોલી પોલીસે પોસ્કો એકટ અન્વયે ગુનો દાખલ કરી પો.ઈ. બી.એમ. પાટીદારે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




