શિવાજી મહારાજની પ્રતિમાંથી ભવ્ય શિવરેલી નીકળી
સુરત, તા.૨૦
લિંબાયતમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતી ધામધૂમથી ઉજવાઈ હતી. ઠેર ઠેર શોભાયાત્રા, રેલી સહિતના કાર્યક્રમ યોજવામા આવ્યા હતા, ઉજવાથી પહેલા પુલવામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી , લિંબાયતના નિલગીરી વિસ્તારમાં આવેલ શિવાજી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી શિવાજી જયંતિ ઉજવણી કરવામાં આવી હતી. શિવાજી જયંતી નિમિત્તે શ્રી છત્રપતી શિવાજી મહારાજ સ્મારક સમિતિ,લિંબાયત દ્વારા શિવજયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે બપોરે ૩ થી ૬ વાગ્યા દરમ્યાન ‘લિંબાયત સ્વામી સમર્થ કેન્દ્ર’થી નીલગીરી સર્કલ થઈને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સુધી ભવ્ય શિવરેલી કાઢવામાં આવી હતી. શ્રી છત્રપતી શિવાજી મહારાજની ભવ્ય શિવરેલી પ્રસ્થાન શ્રી.મહેન્દ્રસિંગ સુરતીચા ( ઉપાધ્યક્ષ ગુજ.પ્ર. કોંગ્રેસ સમિતિ) , શ્રી.બાબુભાઈ રાયકા ( સુરત શહેર પ્રમુખ કોંગ્રેસ સમિતિ ), શ્રી પ્રફુલભાઈ તોગડિયા ( નેતાશ્રી કોંગ્રેસ પક્ષ), શ્રી સુરેશભાઈ સોનવણે ( અન્ય ભાષા-ભાષી સેલ) , શ્રી.છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિના પ્રમુખ : શ્રી ડૉ રવિંદ્ર સુકલાલ પાટીલ અને મહામંત્રી : શ્રી.ઉત્તમરાવ નારાયણ પાટીલ એ કરી હતી , શિવરેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને રેલી જલ્લોશપુર્વક પાર પડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



