કાપોદરાની હાજીપીર દેવસ્થાનની જમીન વિવાદમાં ઉપલી કોર્ટનો સ્ટે..

0
5

અંકલેશ્વર, તા.૨૦
દરમિયાન કાપોદરા હાજી પીર દેવસ્થાનની જમીન અંગે અંકલેશ્વર કોર્ટના ચુકાદા પર ઊપલી કોર્ટે સ્ટે આપ્યો છે. આ અંગે જેમને કોર્ટે ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે એવા વાદી ઝુબેર લુલાતે જણાવ્યું હતું કે દેવસ્થાન ધારાની નાબૂદીનો પરિપત્ર આવી ગયો છે. જે કોર્ટની ધ્યાન બહાર હતું. ઊપલી કોર્ટમાં અમારા ધારાશાસ્ત્રીઓ અશોક પાનવાલા તથા આઈ.ટી. પટેલે આ મુદ્દા તરફ કોર્ટનું ધ્યાન દોરતાં કોર્ટે અમને રાહત આપી છે અને નીચલી કોર્ટના ચુકાદાના અમલ પર સ્ટે અોર્ડર આપી માર્ચ મહિના સુધીનો અમને સમય આપ્યો છે. હવે જોવું રહ્નાં કે આ કેસમાં આગળ શું થાય છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY