સુરત,તા.૨૦
સચિન જીઆઈડીસીના એક કારખાનાનમાં બે અજાણ્યા ઈસમોએ આગ ચાપી ભાગી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. મધરાત્રે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે બંને ઇસમોની શોધખોળ હાથ ધરી છે. બંને અજાણ્યા ઈસમો મોપેડ પર આવ્યા હોવાનું અને હાથમાં પ્લાસ્ટિકના કેરબા સાથે હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. જાકે, કારખાનામાં આગ લગાડવા પાછળનું કોઈ કારણ બહાર ન આવતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે. બંને ઇસમોના પરાક્રમ બાદ કારખાનેદાર ને ૧૪ લાખનું નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે.
સચિન જીઆઈડીસી પોલીસે જણાવ્યું હતું કે, કારખાના ના માલિક ધર્મશીલા શર્માજી રામ બલક પ્રસાદે ત્રણ દિવસ બાદ ફરિયાદ નોંધાવી છે. સચિન જીઆઈડીસીમાં આવેલા પ્લાસ્ટિકના દાણા બનાવવાના કારખાનામાં રાત્રી દરમિયાન મોપેડ સવાર બે અજાણયા ઈસમો કારખાનાને આગ ચાપી ભાગી જતા હોવાનું સીસીટીવીમાં દેખાય છે. આવું કરનાર બંને ઈસમો ઉનગામના હોવાનું અને વેપારની હરીફાઈમાં આવું કૃત્ય કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ તપાસ ચાલી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




