વરિયાવમાં ગેરકાયદે તાણી દેવાયેલા તબેલાનું ડિમોલીશન

0
8

મિલકતદાર પાસેથી રૂ.૧૫ હજરના દંડની વસૂલાત
સુરત, તા.૨૦
સુરત મહાનગરપાલિકાના પિમ ઝોન રાંદેર દ્વારા તા.૧૯-૨-૨૦૧૯ના રોજ વરીયાવ વિસ્તારમાં આવેલી ટી.પી. સ્કીમ નં.૩૬ વરીયાવ, એફ.પી.નં.૧૭ વાળી સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ તબેલા, રૂમનું ગેરકાયદેસર દબાણ, બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને આશરે ૪૩૭૦.૦૦ ચો.ફૂટ જેટલી સરકારી જગ્યા પરનું દબાણ દૂર કરાયું હતું. ડીમોલીશન અન્વયે મિલ્કતદાર પાસેથી કુલ રૂ.૧૫૦૦૦ વહીવટી ચાર્જ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા.
આ કામગીરી પિમ ઝોન રાંદેરના ડેપ્યુટી કમિશનર તથા કાર્યપાલક ઈજનેરની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર ઝોનના શહેરી વિકાસના ૧ ડેપ્યુટી ઈજનેર, ૫ આસી. ઈજનેર-જુની ઈજનેર, ૧ સુપરવાઈઝર, ૧ ટેક્નિકલ આસિસ્ટન્ટ, ૧ ફોટોગ્રાફર તથા કુલ ૨૦ બેલદાર, કુલ ૨ નંગ મઝદા ગાડી સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY