કઠુઆ, ઉન્નાવ તેમજ સુરતના બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ સાથે મૌન રેલી યોજાઈ

0
377

કઠુઆ,ઉન્નાવ તેમજ સુરતનામાં માસૂમ બાળકીઓ પર થયેલ કથિત બળાત્કારના આરોપીઓને વહેલી તકે પકડી ફાંસીની સજા આપવા માટે માયનોરિટી કોર્ડીંનેશન કમિટી ગુજરાત દ્રારા મૌન રેલી કાઢવામાં આવી હતી.

માયનોરિટી કોર્ડીંનેશન કમિટી ગુજરાત દ્રારા ભરૂચ શહેર ના બાય પાસ વિસ્તારમાં મુસ્લિમ અને હિન્દૂ અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને જમ્મુ કાશ્મીરના કઠુઆ,ઉન્નાવ તેમજ સુરતનામાં માસૂમ બાળકીઓ પર થયેલ કથિત બળાત્કારના આરોપીઓને સખ્તમાં સખ્ત ફાંસીની સજાની માંગણી સાથે દુવા કરી બે મિનિટનું મૌન પાળી મૃતક બાળકીઓને શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યાર બાદ પોત પોતાના વાહનોમાં મૌન રેલી કાઢી ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા સમાહર્તા રવીકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવી રજુઆત સાથે ભારતની દરેક દીકરીઓને સલામતી અને સુરક્ષા માટે અને આરોપીઓને ફાંસીને સજા કરવા સરકારને ભલામણ કરવાની માંગ કરી હતી.
આ રેલીમાં માયનોરિટી કોર્ડીંનેશન કમિટી ગુજરાતના સભ્યો તરીકે અબ્દુલ કામથી, દયાદરા ગામના આગેવાન હાફેજી દયાદરાવાળા, સલીમ ગોદર,નગરપાલીકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા,સલીમ અમદાવાદી, સહિત મોટી સાંખ્યમાં બાળકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY