સુરત,તા.૨૧
ખટોદારા પોલીસ સ્ટેશનની હદમાં ગત છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ ઉધના મગદલ્લા રોડ સોમા કાનજી એસ્ટેટમાં જવાના રોડ પર એક અજાણ્યા ઈસમની છાતીના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા નીપજાવવામાં આવી હતી. આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે બાતમીના આધારે તથા સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શઁકાસ્પદ ઈસમોની હિલચાલ ઝડપાઈ હતી. સાથે જ અન્ય એક ગુનામાંપાંડેસરા આશાપુરી સોસાયટીમાં રહેતા સીમાંચલ ઉર્ફે સીમા અને મુન્ના ઉર્ફે કાલીયા તેમજ સુબલા પરીઢા નામના ત્રણ ઈસમોને મોટર સાયકલ લઈને લૂંટ કરવા નીકળેલા અને બનાવના દિવસે ઓડિશા જતાં રહ્યાં હતાં. પોલીસે આ બન્ને ગુનામાં બે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ટીમ બનાવીને ઓડિશાના ગંજામ જિલ્લાના કનૈયાપુર ગામેથી સીમાંચલ ઉર્ફે સીમા મહેન્દ્ર મારકંડ નાહક (ઉ.વ.આ.૨૨) આશાપુરી સોસાયટી સુરતમાં રહે અમરત રબારીના મકાનમાં પાંડેસરા અને મુન્ના ઉર્ફે કાલીયા નબીના ઉત્સવ પરીઢા (ઉ.વ.આ.૨૨) આશાપુરી સોસાટી પાંડેસાર મૂળ રહે ઓડિશાને ઝડપી લીધા હતાં. તેમની પુછપરછમાં ગુનો કબુલી લીધો હતો. સાથે જ મોબાઈલ ફોન અને લૂંટ કરી હોવાનું પણ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



