મુંબઈ,તા.૧૨
અમેરિકન ડોલરની તુલનાએ રૂપિયામાં ઘટાડો અટકવાનું નામ નથી લેતો. બુધવારે તે ૨૨ પૈસા વધુ નબળો થઈને ૭૨.૯૧ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. રૂપિયો મંગળવારે ૨૪ પૈસા ઘટીને ૭૨.૬૯ પર બંધ થયો હતો. કાચું તેલ મોંઘું થવાના કારણે અને શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ વધ્યું.
આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેન્ટ ક્રૂડનો રેટ બુધવારે ૨% વધીને ૭૯.૩૪ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો. બીજી બાજુ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર તીવ્ર થવાના આસાર છે. તેનાથી પણ કરન્સી બજારમાં દબાણ વધ્યું.
દેશમાં ખાવા-પીવાની ચીજા અને અન્ય જરૂરી સામાનોના ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલનો ઉપયોગ થાય છે. પરિણામે ડીઝલ મોંઘું થતાં જ આ તમામ જરૂરી ચીજાનો ભાવ વધશે. જા પેટ્રોલિયમ ઉત્પાદનો મોંઘા થયા તો પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે સાબુ, શેમ્પૂ, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીનો ખર્ચ વધશે, જેના કારણે આ પ્રોડક્ટ્સ પણ મોંઘી થઈ શકે છે. ઓટો ઇન્ડસ્ટ્રીનો ખર્ચ વધશે, સાથે ડીઝલની કિંમતોમાં વધારા સાથે માલ વહનનો ખર્ચ વધવાનો ડર રહે છો. રૂપિયામાં ઘટાડો ચાલુ રહ્યો તો કાર કંપનીઓ પણ કિંમતો વધારવાનો વિચાર કરી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




