ચોથા માળે ડાયમંડની ઓફિસમાં આગથી કોમ્પ્યૂટર વાયરીંગને નુકસાન
સુરત, તા. ૨૨
ગત મોડી રાત્રે સૈયદપુરા પારસી શેરી ખાતે આવેલ વીરજન એપાર્ટમેન્ટના ચોથા માળે ડાયમંડની ઓફિસમાં આગ લાગી હતી. આગથી કોઈ જાનહાનિ ન થઈ પરંતુ ઓફિસમાં રાખેલ મશીનરી અને સામાન બળી ગયો હતો. અન્ય અોફિસ કે માળ પર આગને ફેલાતા અટકાવી લેવામાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરાત્રે સાડા બાર વાગ્યાના સુમારે સૈયદપુરા પારસી શેરી ખાતે આવેલ વીરજન એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફલોર સાથે ચાર માળના એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલ ડાયમંડની ઓફિસમાં આગ લાગી હતી. આગથી કોમ્પ્યૂટર, વાયરીંગ મશીનરીને નુકસાન થયું હતુંં. બનાવની જાણ થતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગને કાબૂમાં લઈ અન્ય ઓફિસોને આગથી બચાવી લીધી હતી. આગથી કોઇપણ જાનહાનિ થઈ ન હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




