રિમાન્ડ દરમિયાન વધુ પુછપરછ થશે,આગળની તપાશ વડોદરા ગ્રામ્ય એ.સી.બી .કરશે
મહિલા શિક્ષિકાઓ પાસેથી બીલ પાસ કરાવવા માંગી હતી લાંચ, મહિલાની ફરિયાદ ના આધારે ACB નર્મદા એ ગોઠવ્યું હતું છટકું
રાજપીપલા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર પ્રાથમિક શાળામાં કરાર આધારિત ફરજ બજાવતી સાંજરોલી ની શિક્ષિકા હંસા મનહર તડવી અને સુમિત્રા તડવી ના 34000 નું બીલ લેવાનું હતું જે પાસ કરવા શાળાના મુખ્ય શિક્ષક ગોવિંદ સબૂર સોલંકી અને ગામના સરપંચ દિપક સુરેશ તડવી આ બંને એ તેના નાણાં કઢાવી આપવા 50 ટકા કમિશન માંગ્યું હતું। અને જે બિલ પાસ પણ કરાવી દીધું હતું જેથી આ શિક્ષિકાઓ પર પોતાના કમિશન પેટના 17000 લેવા માટે આ બંને આવતા મહિલાઓની ફરિયાદ ના આધારે નર્મદા એ.સી.બી.ના છટકા માં બંને રંગેહાથ ઝડપાતા કેશ કરી તેમની અટક બાદ તેમને કોર્ટ માં રજુ કરતા કોર્ટે બંનેના તારીખ 7 અને 8 આમ બે દિવશ ના રિમાન્ડ મંજુર કર્યા છે ત્યારે આગળની તપાશ હવે વડોદરા ગ્રામ્ય એ .સી .બી .ની ટીમ કરશે તેમ જાણવા મળ્યું છે.
રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"