સાહિત્યકારોને સન્માનિત કરવામાં આવ્યા
સુરત, તા.૨૨
શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલ શ્રી સ્વામીનારાયણ મંદિર-સરથાણા, સુરતના વિશ્વ મંગલ મહોત્સવ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાયો. આ પ્રસંગે સાહિત્યકારોને સન્માનિત કરાયા હતા.
ભૂત નિબંધ ગુજરાતી ગદ્યનો પ્રથમ ગ્રંથ અને પુસ્તકોનું વિમોચન પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. સાથે સાથે ત્રિદિવસીય વિશ્વ મંગલ મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આર્શીવાદમાં જણાવ્યું હતું કે તમામ ભાષાઓમાં માતૃભાષા સર્વોત્તમ છે. માતૃભાષાની મહેંક દરેકના જીવનમાં મહેંકી ઉઠે. અજા મૂર્તિ શ્રી સ્વામીનારાયણ ભગવાને સેકાઓ પૂર્વે આહલેક જણાવેલ તેના પરિપાક રૂપે વચનામૃત ગ્રંથ કે જે સ્વયં શ્રી સ્વામીનારાયમ ભવાનની વાણીની ભેટ ધરી છે. આ તળપદી ભાષામાં રચાયેલ ગ્રંથ કે જેમાં ભગવદ્ ગીતા, રામાયણ વગેરે ગ્રંથોનો સાર વણી લેવામાં આવ્યો છે. આની વિશિષ્ટતા એવી છે કે આનો એક પણ શબ્દ અંગ્રેજી કે બીજી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો નથી.
શ્રી સ્વામીનારાયણ ગાદીના વિદેશમાં જ્યાં જ્યાં મંદિરો આવેલા છે ત્યાં સામાજિક કાર્યોની સુવિધા માટે માતૃભાષાને જ અગ્રીમતા આપવામાં આવે છે. ગળથૂંથીમાંથી જ માતૃભાષાનું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે અનેક વિધ સવલતો પણ બાળકોને પૂરી પાડવામાં આવે છે. છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઅોનું સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. રાજેશભાઈ ધામેલીયાએ સભા સંચાલન કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



