અલ્પેશ કથીરિયા સામે અમરોલી પોલીસે જામીન રદ કરવાની અરજી કરી

0
7

સુરત, તા.૨૨
અમરોલી પોલીસ મથકના રાજદ્રોહના ગુનામાં ગુજરાત હાઈકોર્ટમાં એક રીવીઝન અરજી આરોપી અલ્પેશ કથીરિયાના એડવોકેટ રફીક લોખંડવાળા દ્વારા કરવામાં આવી હતી. જે અરજ બાદ અલ્પેશ કથીરિયાની ડીસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આજે ગુજરાત હાઈકોર્ટે રીવીઝન અરજીની સુનાવણી દરમ્યાન વિદ્વાન જસ્ટીસïે રીવીઝન અરજીની દાદમાં સુધારો એક સપ્તાહમાં કરવાનું જણાવ્યું હતું. જાકે, આ દરમ્યાન અમરોલી પોલીïસ મથકમાં અલ્પેશ કથીરિયા સામે
આભાર – નિહારીકા રવિયા આઈપીસી ૩૦૭ïનો ગુનો નોîધાયો હતો. જેમાં પણ અમરોલી પોલીસે આરોપી અલ્પેશના જામીન રદ કરવા માટેïની એક અરજી સુરત કોર્ટમાં કરી હોવાનું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું. હાઈકોર્ટમાં સુધારા વાળી દાદ અરજીની સુનાવણી ૧૨મી માર્ચે થશે.
આ કેસની વિગતો એવી છે કે પાટીદાર આંદોલન દરમ્યાન અમરોલી પોલીસ મથકમાં અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જામીન મુક્ત કરાયા બાદ તેણે વરાછા સરથાણા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કરતા ડીસીબી દ્વારા તેના જમીન રદ કરવાની કરેલી અરજી બાદ તેના જામીન રદ કર્યા હતા. સુરત કોર્ટે તેના જામીન રદ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં રીવીઝન અરજી કરી હતી.
મોટા વરાછા ખાતે ચંદ્રેશ કાકડીયા પર જીવલેણ હુમલો કરવામાં સંકળાયેલા અલ્પેïશ સામે અમરોલી પોલીસે ૩૦૭નો ગુનો દાખલ કર્યો હતો. જામીન મુક્ત કરાયા બાદ પોલીસે ફરી તેના જામીન રદ કરવાની એક અરજી સુરત કોર્ટમાં કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY