ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા વેપારીઓ પાસેથી ૨૯.૬૧ લાખનો દંડ વસૂલાયો

0
86

૧૭૧ વેપારીઓ વિરૂદ્ધ પ્રોશીક્યુશન કેસ કરાયા
વલસાડ, તા.૫
મદદનીશ નિયંત્રક કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર-૧૮ દરમિયાન ધી લીગલ મેટ્રોલોજી એકટ ૨૦૦૯ અને ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ અન્વયે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના કુલ ૩૧૦૦ વેપારી એકમોની ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી હાથ ધરી ચકાસણી અને મુદ્રાંકનની રૂ.૨૬,૧૩,૨૯૯/- સરકારી ફી વસુલ કરવામાં આવી છે. જ્યારે વજનમાપ તથા પીસીઆર કાયદાના ભંગ કરવા બદલ ૧૭૧ વેપારી એકમો સામે પ્રોશીક્યુશન કેસ કરી રૂ.૯૦,૬૦૦ નો દંડ વસુલ કરાયો હતો.
વલસાડની ફ્રેશ એન્ડ ફ્રેશ ધી બેકરી સામે પેકેજડ કોમોડીટી કાયદાના ભંગ બદલ રૂ.૨૫૦૦૦, મુંદરા સ્વીટ એન્ડ ફરસાણ, વી.પી.રોડ વલસાડ અને ચામુંડા સ્વીટ એન્ડ ફરસાણ સામે નક્કી કરેલા જથ્થા કરતાં ઓછી મીઠાઇ આપવા બદલ વજનમાપ કાયદાના ભંગ બદલ રૂ.૩-૩ હજાર, બાલાજી વેફર્સ પ્રા.લી. સામે નમકીન પેકેટમાં જથ્થો ઓછો ભરતી કરવા બદલ પીસીઆર. કાયદા ભંગ માટે રૂ.૧.૫૦ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લામાં કોચવાડા-ખેરગામ રોડ ખાતે આવેલા મે.નિલકંઠ કેલીબ્રેશન સેન્ટરને પેટ્રોલિયમ ટેન્કરોનું કેલીબ્રેશન દુરસ્તીકાર અંગેનો સરકાર માન્ય પરવાનો આપવામાં આવેલો હોવાથી વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં આવેલા ટેન્કરોનું કેલીબ્રેશન પણ ઉક્ત સ્થળે થઇ શકશે, જેની ટેન્કરોના એકમોને નોîધ લેવા જણાવાયું છે.
આ ઉપરાંત ઉક્ત ત્રણ માસ દરમિયાન વલસાડ, વાંકલ, નવસારી, પરીયા અને રોહિણા મળી કુલ પાંચ જેટલી મોબાઇલ કોર્ટનું આયોજન કરી ૧૫૫ વેપારીઓ સામે પ્રોસીક્યુશન કેસ કરી રૂ. ૭૬,૪૦૦ જેટલો દંડ વસુલ કરાયો હોવાનું મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રી બી.આર. વિશાણાએ જણાવ્યું છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY